________________
'૧૪. અનેકવિધ તપ સુરતના સુશ્રાવક મહેન્દ્રભાઈ ઝવેરીએ અનેક પ્રકારના ઘોર તપ કરી કુટુંબીઓને તપ-પ્રેમી બનાવ્યા છે. જાપાનમાં છ એ અઠ્ઠાઈ પર્વમાં અઠ્ઠાઈ કરી! લગભગ ૩૪ વર્ષ પર્યુષણમાં અઠ્ઠાઈ કરી! ૧૯૪૪ માં જીવનભર રાત્રિભોજન અને કાચા - પાણીના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારી. ત્યારથી બધા ચોમાસા શત્રુંજયમાં જ કય. શુભ પરિણામપૂર્વક ૧૨ વ્રત, ત્રણે ઉપધાન, સંથારામાં સૂવું, માસક્ષમણ, સિદ્ધિ તપ, શ્રેણીતપ આદિ અનેકવિધ આરાધનાથી અનંતી નિર્જરા સાધી. એમની આરાધનાથી ધર્મરાગી બનેલા એમના ધર્મપત્ની, ભાઈ, બહેન આદિએ પણ અઠ્ઠાઈ, ૧૨ વ્રત આદિ આરાધના કરી!
'કેમ ૧૫. પુત્રવધૂઓ કે પુત્રીઓ ?
અમે પૂ. માતાપિતાની સેવા સુંદર કરતા હતા. પણ માતાપિતાજી મુંબઈની ધમાલ, હવામાનની પ્રતિકૂળતા વગેરે કારણે કાયમ માટે દેશમાં ગયા છે. અમે બંને ભાઈ લગભગ ૨૦ વર્ષથી મુંબઈમાં રહીએ છીએ. ધંધા, પરિવાર, બાળકોને ભણવાનું વગેરે કારણે મુંબઈ છોડવું શક્ય નથી. તેમ કર્તવ્યભૂત માબાપની સેવાથી વંચિત પણ કેમ રહેવાય? હું તો મોટી મુશ્કેલીમાં મુકાયો છું. બોલ ! શું કરશું ?' સૌરાષ્ટ્રના જેને પત્નીને દિલનું દર્દ જણાવ્યું. સંસ્કારી પત્નીએ કહ્યું : ‘ચિંતા ન કરશો. ભાભી અને હું વિચારી રસ્તો કાઢીશું.” દેરાણીજેઠાણીએ વિચારી વારાફરતી છ-છ માસ દેશમાં સેવા કરવાનું નક્કી કર્ય! મુંબઈમાં રહેનાર બંને કુટુંબોને સાચવે એ પણ નિર્ણય કર્યો! જુદા રહેતા બન્ને ભાઈઓના પૂરા પરિવારને છ મહિના જમાડવા વગેરે બધી જવાબદારી ઉપાડનાર અને સાસુ સસરાની સેવા માટે છ માસ પતિવિયોગનું દુઃખ સહર્ષ સ્વીકારનાર આ ૨ સિંહણોએ કેટલા બધા કર્મ ખપાવ્યા હશે એ જ્ઞાની જાણે! હે સુખવાંચ્છુઓ!માતાપિતાને સુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org