________________
આપશો તો સુખ જરૂર તમારા પગ ચાટશે. શાસ્ત્રકારો કહે છે કે માતાપિતાની સેવા કરનારને પ્રાય સુગુરુ અને પરમગુરુની પ્રાપ્તિ તથા બીજા ઘણાં ફળ મળે છે.
. આદત ઇચ્છાશક્તિ (પ્રશંસનીય મૃત્યુ
અહીં કોઈનું મૃત્યુ થાય તો કેવું ગણાય?” ભરૂચના ધર્મપ્રેમી સુશ્રાવક અનુપચંદ મલૂકચંદે શ્રી સિદ્ધગિરિજીમાં પૂછેલા આ પ્રશ્નના જવાબમાં જૈન ધર્મપ્રેમી ચારણે કહ્યું: “શેઠજી ! મહાન પુણ્યશાળી.” આવું પુણ્ય મને તો એમ કહેતાં જ શેઠે એ ચારણના ખભે માથું ઢાળ્યું. હીંગળાજના હડાથી ઉપરના ભાગમાં ઈચ્છા મૃત્યુ પામેલા આ શ્રાદ્ધરત્નની અભૂત પુણ્યલક્ષ્મીને એ ચારણ હર્ષોલ્લાસથી નમી રહ્યો ! આપણે પણ આવા સમાધિમૃત્યુની પ્રભુને પ્રાર્થના કરીએ.
' ૧૯. જીવવ્યાપ્રેમી “શ્રાવકજી! ગામ બહાર વાડા જેવી જગ્યામાં સેંકડો ભૂંડો પૂરાયેલા જોઈને આવ્યો. તપાસ કરવા જેવી છે કે કસાઈ આદિને વેચવાના નથી ને? પ.પૂ. ૫. મ. શ્રી પદ્મવિજય મહારાજે જીવદયા પ્રેમી બાબુભાઈ કિટોસણવાળાને પ્રેરણા કરી. સુશ્રાવકે યથાશક્તિ કરવા સ્વીકાર્યું. આગેવાન શ્રાવકો સાથે બાબુભાઈ અધિકારીઓને મળ્યા. મ્યુનિ. ચીફ ઓફિસરે કહ્યું, “ભૂંડો ઘણા વધી જવાથી ગામલોકોની વારંવારની ફરિયાદને કારણે મ્યુનિ. એ માણસો મારફતે પકડાવી નિકાલ કરવો પડશે.” શ્રાવકો કહે “સેંકડો ભૂંડોની કતલ અમારાથી સહન કેમ થાય? અમે જૈન છીએ.’ ‘તમે આ ભૂંડોને ગામથી બહુ દૂર મૂકાવો તો અમે તમને સોંપી દઈએ.' વિચારી શ્રાવકોએ પૈસા આપી ખુશ કરી ૧૩૦૦ જેટલા ભૂંડને ગામથી દૂર મૂકાવ્યા. આ ધર્મપ્રેમી બાબુભાઈ પછી વૈરાગ્ય વધતાં પ.પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા. ના શિષ્ય મુનિ શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org