________________
સાધકો આ કાળમાં ગણ્યાગાંઠયા હશે. લગભગ દશ વર્ષ પહેલાં દેવલોક પામેલ આ શ્રાવક બારડોલી પાઠશાળાના શિક્ષક હતા. તમે બધા પણ આ શ્રેષ્ઠ સાધકની દિલથી અનુમોદના કરી યથાશક્તિ ધર્મઆરાધના કરો એ જ શુભેચ્છા. નિત્ય સામાયિક, પાંચ તિથિ લીલોતરી ત્યાગ, સ્નાન માટે ઓછું પાણી વાપરવું વગેરે યથાશક્તિ સંકલ્પ અને પ્રતિજ્ઞા આજથી જ કરી આ વાંચનને સફળ કરો. આ ધમત્મિાને આરાધકોમાં પ્રથમ સ્થાને મૂકી શકાય. આમની જેમ યથાશક્તિ આરાધના કરો તો સાચી અનુમોદનાને કારણે એમના જેવું પુણ્ય પણ મળે !
૭. મહાવરાગી યુવતિ : - • યુવાન કન્યાને જોવા બોલાવેલા બધા છક થઈ ગયા. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ, લઘરવઘર કપડાંમાં યુવતિને જોઈ મુરતિયાએ ના પાડી દીધી. એ દ્રઢ વૈરાગી સાણંદની કુમુદબેન કેશવલાલ સંઘવીએ દીક્ષાર્થી છતાં કુટુંબીઓના આગ્રહથી મુરતિયા સમક્ષ જવું પડયું ત્યારે લગ્નપાપથી બચવા ને દીક્ષા મેળવવા આવું સાહસ કર્યું ! રૂપ-ગુણસંપન્ન કુમુદે ભાવના સફળ કરવા તપ આદિ અનેક આરાધના કરવા માંડી. રોજ પ્રાયઃ માત્ર રોટલી, પાણી કે ધળ જ જમતી! ને છ-છ માસ એક જ સાડી પહેરતી ! એ કુમુદે ભાઈના લગ્નપ્રસંગે પણ માત્ર દાળભાત જ ખાધા! કુટુંબીઓને દ્રઢ વૈરાગ્યની ખાત્રી થઈ. દીક્ષા માટે ભાગેલી એને દીક્ષા અપાવશું એ ખાત્રી મળ્યા પછી જ એ પાછી આવી. અંતે પિતા વિગેરેએ અઠ્ઠાઈ મહોત્સવ પૂર્વક દીક્ષા અપાવી. આવા દ્રઢ વૈરાગી (હાલમાં શ્રી પાલતાશ્રીજી નામધારી) એ સાધ્વીએ ૫૦ વર્ષના નિર્મળ સંયમને પાળી ઘણી શાસન પ્રભાવના કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org