________________
૮. વિશિષ્ટ સાધર્મિકભક્તિ
મુંબઈના કેટલાક ધર્મપ્રેમી ઉદાર શ્રાવકોએ ભેગા મળી સાધર્મિક ઉત્કર્ષ ટ્રસ્ટ સ્થાપ્યું છે. તેમાં ૬૦ લાખ રૂપિયા ભેગા કર્યાં, આખા ભારતમાં જૈનોની આર્થિક ચિંતા કાયમ માટે નાશ પામે તે શુભ ભાવથી તેઓ જૈનોને વિના વ્યાજની ૫ હજારની, ૧૦ હજારની લોન આપે અને ૫૦ હપ્તા વગેરે સ્કીમથી લોન થોડા વર્ષોમાં ભરપાઈ કરી દેવાની. જૈનોને કદી માંગવું ન પડે અને નાના ધંધા દ્વારા આજીવિકાની ચિંતાથી મુક્ત બની ધર્મ આરાધના કરી શકે એ ઉત્તમ આશયથી આવા દાનવીરો આવા વિલાસી વાતાવરણમાં પણ સુંદર સાધર્મિકભક્તિ કરી રહ્યા છે તેની ખૂબ અનુમોદના. લગભગ ૯૦૦ જૈનોને આ ટ્રસ્ટ લોન આપે છે. જૈનોને પગભર થવા જાતે કે આવા ટ્રસ્ટો દ્વારા અનંત હિતકર સાધર્મિકભક્તિનો તમે પણ યથાશક્તિ લાભ લો એ જ શુભાશિષ.
ભણશાલી ટ્રસ્ટ મુંબઈમાં સાધર્મિક ભક્તિ, જીવદયા, અનુકંપા, દુકાળરાહત, રેલરાહત વગેરે અનેક પ્રવૃત્તિઓ વર્ષોથી કરે છે. દીનેશભાઈ, મહેશભાઈ આદિ ધંધો, મોજશોખ છોડી જાતે સુંદર રીતે વ્યવસ્થા કરી ખૂબ અનુમોદનીય સત્કાર્યો કરી રહ્યા છે.
*
૯. આવો ઓળખીયે કાન્તિભાઈને તથા શ્રી હસ્તગિરિજી તીર્થંશ્રેષ્ઠને
સુશ્રાવક કાન્તિભાઈ મણિભાઈથી ઘણા બધા પરિચિત છે. શ્રી હસ્તગિરિજી તીર્થના ઉદ્ઘારમાં તેમણે તન, મન, ધન, જીવન ન્યોચ્છાવર કરી દીધા છે ! સુકલકડી આ એક શ્રાવક સાહસથી કેવી અનોખી સિદ્ધિ પામી શકે છે, એનું સાક્ષાત્ દર્શન આજે હસ્તગિરિ તીર્થમાં થાય છે. એક નાનું દેરાસર પણ કોઈ એકલાને બાંધવામાં કેટલી બધી મુશ્કેલીઓ નડે છે એ આપણને ખબર છે. જ્યારે કાંતિભાઈએ ઊંચા પર્વત ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org