________________
વરઘોડામાં વિશિષ્ટ વસ્ત્રો પરિધાન કરી લાલ લીલી ધજા સાથે સંકેત કરવા અવશ્ય હાજર રહે! ગામમાં લોકો એ મને “રાજા' તરીકે ઓળખે
છે.
' ૨૧. પ્રભુની (અને પૂજારીની) ભક્તિ
ગિરીશભાઈરોજ ૪-૫ કલાક પ્રભુની સુંદર ભક્તિ કરે છે. પૂજા માટે રોજ લગભગ ૫૦૦ રૂપિયાનો વ્યય કરે છે. પૂજામાં ભક્તિનો ભંગ ન થાય માટે ટેલિફોનનું રિસિવર પૂજા સમયે નીચે મૂકી દે છે. સુંદર ઘર દહેરાસર બનાવી આશરે ૨ લાખ રૂપિયાની આંગીનો સામાન તૈયાર કર્યો છે. લગ્ન પણ કર્યા નથી! પ્રભુ ખુબ ગમે છે માટે પ્રભુના પૂજારીની પણ ભક્તિ કરે છે. પૂજારીને ઘણો પગાર આપે છે. તેના ગામમાં તેનું ઘર બનાવી આપ્યું ! પોતાના જ ઘરે ઘરના માણસની જેમ રાખે છે ! મુંબઈમાં કાલબાદેવી પર રામવાડીમાં તેમના દહેરાસરમાં આ પ્રભુભક્તની ભક્તિ જોવાનો લ્હાવો લેવા જેવો છે.
' ' , , , થલતોલો - -
અમદાવાદ શેફાલી એપાર્ટમેન્ટમાં (લાવણ્ય પાસે વાસણામાં) રોજ સામુહિક ભકતામરની આરાધના થાય છે. માત્ર ૯૦ ઘરનો સંઘ હોવા છતાં આ સંઘમાં ઘણી વિશેષતાઓ છે. રોજ રાત્રે સામુહિક આરતી ઉતારવા ૨૫ થી ૩૦ જણ અચૂક આવે છે. આરતી સાથે પ્રાર્થના, છડી પોકારવી વગેરે ભક્તિ પણ રોજ કરે છે. ક્યારેક મોટા દહેરાસરોમાં પણ આરતી ઉતારવા કોઈ મળતું નથી. જ્યારે અહીં બધા રોજ એકી અવાજે ભાવથી આરતી ઉતારે છે. જેનનગરમાં ઘણા કોલેજિયનો, કિશોરો વગેરે નિયત સમયે રોજ સામૂહિક આરતી અને ચૈત્યવંદન કરે છે તે સાક્ષાત્ જોવા જેવું છે. સંસારપ્રેમીઓ સ્વાથ્ય માટે “મોનીંગ વોક' કરે છે. તમારે પણ આત્મસુખાકારી, શાંતિ માટે કોઈ વહેલી પરોઢે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org