________________
ડૉકટરે કહ્યું કે આ બચે તેમ નથી. સંબંધી બીજા ડૉકટરે એ સર્જનને પ્રયત્ન કરવા આગ્રહ કર્યો. સર્જને કહ્યું: ‘એકસીડન્ટ પહેલાં ૩-૪ કલાકમાં કાંઈ ખાધું નહીં હોય તો કદાચ બચે. બાકી તો મોઢાનું લોહી પેટમાં જાય એ ઝેરી હોવાને કારણે બચે જ નહીં. ઓપરેશન કર્યું. બચ્યો. ચોવિહાર હતો તેથી તેણે એકસીડન્ટ પહેલાં ૩-૪ કલાક ખાધેલું નહીં. ચોવિહારે આ દુર્લભ માનવભવની રક્ષા કરી !તમે પણ સર્વત્ર હિતકર ચોવિહાર વગેરે આરાધના જીવનમાં ખૂબ વધારો એ જ હિતશિક્ષા.
૨૦.. વાનમાં પણ દાદાના દર્શન ! પાલીતાણાના શેઠ કુટુંબના આ ધમરાગી ભાગ્યશાળીને સ્વપ્રમાં પણ શાશ્વત તથધિપતિ શ્રી આદિનાથજી અને ભમતીના અવારનવાર દર્શન થાય છે ! એ મણે હૈયામાં દાદાને પધરાવી અંતરને કેવું ઉજળું બનાવી દીધું કે દિવસે આદિનાથમય બનેલા એ શ્રાદ્ધરત્નના પવિત્ર દિલમાં રાત્રે પણ દાદા વાસ કરે! ઘણાંને સ્વપ્ના ભૂતનો ને ભયનો આવે છે. કારણ દિવસે એ સ્વયં ભૂત બની ભૂત જેવા કામો કરવામાંથી ઊંચા જ આવતા નથી. જ્યારે આમને આદિનાથજીના સ્વપ્ના આવે છે. કારણ જાણવું છે? વારંવાર આ વાંચો - આ શ્રાદ્ધરને શ્રી શંત્રુજય ગિરિરાજની ૯૯ યાત્રા ૪૬ વખત કરી છે! (તમે દર વર્ષે ઓછામાં ઓછી ૧ પણ કરી છે ?) ચોમાસામાં શ્રી તળેટીની ૯૯ યાત્રા ૪૪ વાર કરી છે ! ભારતના અનેક તીર્થોની પણ એ મણે યાત્રા કરી છે.
એમની પગપાળા તીર્થયાત્રાઓ - મહુવાથી અંજાર, (વાયા ઉના, દીવ, દેલવાડા) પાલીતાણાથી તળાજા, પાલીતાણાથી ગીરનાર, મુંબઈથી શેત્રુજય. એ મનું પવિત્ર નામ છે. રતિલાલ જીવરાજ શેઠ. ઉ.વ. ૭૧. પાલીતાણા નગરના શેઠ કુટુંબના એ મણે પોતાના સ્નેહીસ્વજનોને પણ પ્રેરણા કરી ૯૯ યાત્રા કરાવી છે. નવપદજીની ઓળી સળંગ ૨૦ વર્ષથી કરે છે. ૨ વખત ઉપધાન કર્યા છે. ભગવાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org