________________
અચિંત્ય મહિમા સમજાયો ! તેઓ વર્ષમાં ૧-૨ વાર અમદાવાદ આવી વ્યાખ્યાનશ્રવણ, ધર્મ અભ્યાસ તથા વાંચન વગેરે કરે છે. આ વર્ષે પાલીતાણા ચોમાસું કરવાની ભાવના હંસાબેનને થઈ છે. ડો. નરેન્દ્રભાઈ સહર્ષ સંમતિ આપતાં કહે છે: “તું જેટલો કરવો હોય એટલો ધર્મકર!.’ હંસાબેન અમદાવાદમાં ધરણીધર પાસે રોકાઈ પંડિત રાખી ધર્મ-અભ્યાસ વગેરે શ્રદ્ધાથી ને જિજ્ઞાસાથી કરે છે ! હે અમદાવાદ-મુંબઈ-વાસી સુશ્રાવક-સુશ્રાવિકાઓ! આ વાંચી તમે પણ વ્યાખ્યાનશ્રવણ, તત્ત્વ-અભ્યાસ, ધર્મ કરવાની કુટુંબીઓને હસતાં રજા, ધર્મવાંચન વગેરે યથાશક્તિ કરવાનો
સંકલ્પ કરી આ દુર્લભ માનવજન્મને સફળ કરશો? ૩. અમદાવાદ લાવણ્ય સોસાયટીના રોહિતભાઈએ પોતાના
ગુરૂદેવની ઘેર પધરામણી થઈ એના આનંદ-ઉલ્લાસમાં ૪૦ વર્ષની ઉંમરે સજોડે માવજીવ ચોથું વ્રત લીધું અને એની યાદમાં
ભારે ઠાઠથી ગૃહમંદિર અને ગુરુપ્રતિમા ઘરે સ્થાપન કરાવ્યા. ૪. હુબલીના ધર્મરાગી શ્રાવિકા સાચી માતા છે. તે પોતાના સુપુત્ર
કુણાલને રોજ ફરજિયાત પાઠશાળામાં મોકલે. પરીક્ષા આવી હોય તોપણ પાઠશાળા જવાનું જ. અધ્યાપકશ્રીને ચીઠ્ઠી લખી વહેલો મોકલવાનું જણાવે. માતાની કાળજીથી થોડા જ સમયમાં ૨ પ્રતિક્રમણ ભણી ગયો ! અત્યારે તો પાંચ પ્રતિક્રમણ સંપૂર્ણ ભક્તામર વગેરે ભણી ગયો છે. આજે ઘણાં બાળકોને ૧૦-૧૫ સૂત્ર પણ આવડતા નથી. કોનો વાંક ? માતાપિતાનો. સ્કૂલના લેશનની ચિંતા કરનારા માતાપિતાઓ સંતાનોને સમજાવીને, ધમકાવીને પાઠશાળામાં મોકલે અને ઘરે ભણાવે તો સ્કૂલની જેમ ધાર્મિક પણ ઘણું ભણે. પૂનાના રામલાલભાઈ ધર્મપ્રેમી છે. ૧. રોજ સવારે ૨-રાા કલાક ખૂબ સુંદર પૂજાભક્તિ કરે! અને સાંજે દર્શન કરતાં પ્રભુ આગળ સ્તુતિઓ ૫,૧૦,૧૫ મિનિટ ભાવપૂર્વક બોલ્યા જ કરે ! ૨. ઓફિસે પણ ધાર્મિક ગોખે, વાંચે! ફાલતુ વાતો, ગપ્પા ન મારે!
૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org