________________
ધમકાવે, મારે, પણ એમનું હૈયું વાત્સલય નીતરતું !
૨-૫ મિનિટમાં માતાની જેમ પ્રેમ આપે.
હે શાણા સુશ્રાવકો ! સમજ્યા ? તમારા બાળકો વગેરેને માતાની જેવા પ્રેમ વાત્સલ્યથી એવાં રસ-તરબોળ કરો કે પછી એ પથ્થરમાંથી પણ તમે બેનમૂન સુંદર શિલ્પ ઘડી શકશો. સંતાનોને શ્રેષ્ઠ સંસ્કાર સિંચી કુળદીપક અને શાસનદીપક પણ બનાવી શકશો. પ્રેમ-વાત્સલ્યે શેતાનોને પણ સંત બનાવ્યા હોય એવા જૈન - અજૈન ઘણા પ્રસંગો બની ગયા છે. દિલને પથ્થર બનાવવાથી સ્વ-૫૨નું અહિત થાય છે. જ્યારે દિલને પ્રેમમય બનાવી બધાને પ્રેમ-અમૃતથી સીંચો તો સ્વ-પર હિત સધાય છે. જાતે અનુભવ કરી પ્રેમના મહિમાને ઓળખી સર્વને સુખી બનાવો એ જ મહેચ્છા.
જૈનો તત્ત્વદ્રષ્ટિ કેળવે તો સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને વાત્સલ્ય જરૂર જન્મે. કારણ કે શ્રી તીર્થંકરોએ બધા જ જીવોને સ્વરૂપથી અરિહંત જેવા કહ્યા છે.
**
૪૬. જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી
પાટણના પ્રકાશભાઈનો ઝગમગતો ધર્મપ્રકાશ જાણી આપણે પણ આપણા અનંત કર્મોનો નાશ કરીએ. તેઓ રોજ ૪ થી ૫ સામાયિક કરે છે. શ્રાવકપણાની વધુ આરાધના કરવા ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી છે ! માત્ર વ્યાજમાં નિર્વાહ કરે છે. ભાઈઓએ ખૂબ આગ્રહ કરતા તેમને કહ્યું “દુકાને ભલે ન આવતા. પેઢીમાં તમારો ભાગ ચાલુ રહેવા દો !” ત્યારે તેમણે ભાઈઓને મોટા પાપથી બચાવવાની ભાવનાથી જવાબ આપ્યો, ‘તમે રાત્રિભોજન-ત્યાગ કરો તો રાખું.' ભાઈઓની એ તૈયારી ન હોવાથી પોતે પેઢીમાંથી પોતાનો ભાગ કાઢી નાંખ્યો ! કેવી અનુમોદનીય નિસ્પૃહતા ! ખુલ્લામાં સંડાસની સગવડતા મુંબઈમાં ન હોવાથી એ પાપથી બચવા મુંબઈ કાયમ માટે છોડી દઈ પાટણ રહેવા જતા રહ્યા ! પોતાના ઘરે પુણ્યથી આવેલ સંતાનો સ્કૂલ-કોલેજના
Jain Education International
39
For Personal & Private Use Only
www.jainelibrary.org