________________
૪૪. જાપનો પ્રભાવ
પ.પૂ.પં. શ્રી રત્નસુંદરવિજય મ. ને એક યુવાન વિનંતી કરી તેના ઘરે લઈ ગયો. તેના કહેવાથી તેની માને છોકરાનું નામ પૂછ્યું. મા તોતડાતી ન... ન માંડ બોલે છે. (પુત્રનું નામ નગીનદાસ હતું.) પછી શ્રી નવકાર સંભળાવવાનું કહેતાં મા આખો નવકાર સ્પષ્ટ બોલ્યા ! ફરી પુત્રનું નામ પૂછતાં તોતડાય. મહારાજશ્રીએ શ્રાવકને હકીકત પૂછતાં નગીનભાઈએ કહ્યું ઃ ‘હોશિયાર ડોકટ૨ને બતાવ્યું. તેમણે બધું ચેક કર્યું. કારણ ડોકટર પણ નક્કી નથી કરી શકતા. પણ એ હકીકત એ છે કે મારા માતુશ્રીએ ૪૦ વર્ષથી રોજ નવકારમંત્રનું રટણ કર્યું છે. તેથી આજે ૮૦ વર્ષની ઉંમરે બીમારીમાં ભલે મારૂં નામ નથી બોલી શકતા પણ નવકાર સ્પષ્ટ બોલી શકે છે ! જાપનો કેવો મહિમા ? એમને પણ આશ્ચર્ય થાય છે. તમને અનંત પુણ્ય મળેલા નવકારને એવો આત્મસાત્ કરો કે સુખમાં, દુઃખમાં ને મરતાં એનું સ્મરણ થઈ જ જાય.
*
*
૪૫. મંત્રની જેમ મહાપ્રભાવી વાત્સલ્ય ગુણ
એ બેંગલોરનો કિશોર હતો. પ.પૂ.આ.શ્રી ગુણાનંદસૂરીશ્વરજી મ.સા. ના પરિચયે ૧૩ વર્ષની લઘુવયે યાવજ્જીવ ટી.વી. ત્યાગનું મોટું પરાક્રમ કર્યું. દીક્ષાની ભાવના થઈ ! પરંતુ દીક્ષા થતાં પહેલાં પૂ. શ્રીનો સ્વર્ગવાસ થયો. દયાનિધિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબને આ દિક્ષાર્થીના આત્માની ચિંતા થઈ. બોલાવ્યો. પૂછયું : ‘હવે શું કરવું છે ?’ એણે રડતાં કહ્યું : "ગુરુદેવ ગયા. હવે ઘેર જઈશ.” બાળક હતો. પ્રેમનો ભૂખ્યો હતો. પૂ. શ્રીએ તેના હિત માટે ઉપાય શોધ્યો. ‘હે પુણ્યશાળી ! તું મારી પાસે રહે. માત્ર અભ્યાસ કરવાનો. દીક્ષા ભલે ન લઈશ’ ધર્મરાગી એ કબૂલ થયો. ભણાવતાં પૂ. શ્રીએ એવું વાત્સલ્ય આપ્યું કે દીક્ષા લીધી ! આજે પણ એ બાળસાધુ સંયમ સાધતા કહે છે કે ભૂલ થાય, ગુનો કરૂં, ત્યારે ગુરુદેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org