________________
છે. સુજ્ઞેયુ કિં બહુના ?
૪૦. જૈન મમ્મી પપ્પા બનવું છે ?
રસિકભાઈ (કાકાબળીયાની પોળ, અમદાવાદવાળા) બધાં બાળકોને જન્મથી ઉકાળેલું પાણી પીવરાવે છે. જન્મના થોડા દિવસો પછી રાત્રિભોજન ત્યાગ (તિવિહાર) તથા પૂજા રોજ કરાવે છે. નવસારી, મુંબઈ વગેરેના કેટલાક બાળકો પણ આમ તિવિહાર, ઉકાળેલું પાણી, પૂજા વગેરે કરે છે. તેઓના માતાપિતાને ખૂબ ધન્યવાદ ! બાળકો મોટા થયા પછી કદાચ તમારું ન માને. પણ નાના બાળકો તો મમ્મી પપ્પા શીખવાડે તે શીખે. હે ધર્મપ્રેમીઓ ! આવી શકય આરાધનાઓ તમારા બધા સંતાનોને કરાવી તમે અનંત પુણ્ય ઉપાર્જે તથા તમારા વ્હાલા બાળકોને સુંદર સંરકાર ને પુણ્ય આપો.
*
- ૪૧. કાંતિભાઈની ગુરુભક્તિ
અનેક કાંતિભાઈની કાન્તિ અને તેજલિસોટા આ બે ભાગમાં તમે જાણ્યા. અહીં મારે શામળાની પોળના કાંતિભાઈની વિશિષ્ટ સાધના વર્ણવવી છે. ચૌદ વર્ષની બાળ વયે ચારિત્રની ભાવના જોરદાર હતી અને ઉદ્યમ પણ કર્યો ! સફળતા ન મળી. ધર્મરાગ સાચો હતો. તેથી ઘણા વર્ષોથી દેરાસર ઉપાશ્રય વગેરેના વહીવટ, કામકાજ, તીર્થયાત્રાઓ, વ્યાખ્યાનશ્રવણ, સાધુભક્તિ આદિ અનેકવિધ આરાધનાઓ ચાલુ જ છે. વીસેક વર્ષ પહેલાં પ.પૂ. ગુરૂદેવે તેમને પ્રેરણા કરી - ‘કાન્તિ ! દીક્ષાનો ઉલ્લાસ હવે થતો નથી તો સાધુઓની ભક્તિ ક૨. શક્તિ હોય તો રોજ જ્ઞાનમંદિર જવું અને સાધુઓને સંયમ પાલનમાં આવશ્યક ઔષધ વગેરે જાણીને મેળવી આપવા.’ આત્મહિતેચ્છુ આ આરાધકે ગુરૂપ્રેરણા ઝીલી લીધી ! વર્ષોથી સાધુસેવા અવિરત ચાલુ જ છે. એમના બીજા પણ ગુણો અને પ્રસંગો ઘણાં છે.
Jain Education International
૩૪
For Personal & Private Use Only
www.jainelibrary.org