________________
જોવા ન મળે! મૂળ પાટણના આ ઝવેરી શ્રેષ્ઠીએ પાલીતાણામાં મુક્તિ નિલય ધર્મશાળા અને અમારી - વિહાર બંધાવ્યા. ચોમાસું, નવ્વાણું યાત્રા અને તીર્થોની યાત્રા એમણે અનેકને ઉદારતા પૂર્વક કરાવી છે.
આજના વિલાસ પ્રધાન કાળમાં ગણ્યાગાંઠ્યા ભાવ શ્રાવકો પૈકીના એક સુશ્રાવકને આપણાં ભાવપૂર્વક પ્રણામ. એમના શ્રેષ્ઠ ધર્મકાર્યોની ભાવપૂર્વક અનુમોદના કરી તમે પણ તીર્થયાત્રા, તીર્થનિમણિ આદિ આરાધના યથાશક્તિ કરો એ જ શુભાશિષ.
1 2 2 2 '૧૦. સિદ્ધગિરિથી પોપટને
'જૈન ધર્મની પ્રાપ્તિ આ સત્ય પ્રસંગ લગભગ ૮૭ વર્ષ પહેલાં બની ગયો છે. સમેતશિખરજી માટે લડતાં વકીલના સ્વમુખે આ વાત સાંભળીને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા પેદા કરવી જોઈએ. ૧૧ દિવસનો એ બાળક ખૂબ રડે છે! ઘણા ઉપાયે શાંત ન રહેતાં કયું ન ભયે હમ મોર...' એ સ્તવન ગાવા માંડયું. રડવાનું છોડી છોકરો ધ્યાનથી સાંભળવા લાગ્યો ! પછી
જ્યારે રડે ત્યારે આ સ્તવન સંભળાવી શાંત રાખે. સિદ્ધાચલજીની તાજી યાત્રાની યાદરૂપે તેનું નામ સિદ્ધરાજ પાડયું. ૩ વર્ષના તેને સોનાકાકી વાલકેશ્વર દર્શને લઈ ગયા ત્યારે બોલી ઊઠયો “પેલા આદિનાથ તો મોટા છે.' પૂછતાં તેણે જણાવ્યું સિદ્ધાચલજીના આદેશ્વર દાદાની મેં ગયા (પોપટના) ભવમાં પૂજા કરી છે. એને કદી પાલીતાણા લઈ ગયા ન હતા. તે સિદ્ધગિરિના દર્શન કરાવવાની જીદ કરવા લાગ્યો. ૩ વર્ષના તેને પાલીતાણા લઈ ગયા. સોનગઢ અને શિહોર ગામે ગિરિરાજ દેખાડી સિદ્ધરાજ કાકાને કહે છે “આ જ સિદ્ધાચલજી.' પાલીતાણા પહોંચી યાત્રા માટે તેને ડોળીમાં બેસવા કહ્યું. પણ તે કાકાની આંગળી પકડી ચડવા માંડયો! બાઈ ઉપાડીને લઈ જાય તે માટે સમજાવ્યો પણ ન માન્યો. વચ્ચે કયાંય પણ બેઠા વિના ઉપર પહોંચી ગયો ! તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org