________________
' : ૧૮. રક્ષાબર વન-નિયમો : -
ઝીંઝુવાડા ગુજરાતનું સંસ્કારી ગામ છે. પ.પૂ.આ.ભ. શ્રી દાનસૂરીજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી ઓમકારસૂરીજી મ.સા. વિગેરે ઘણા ધર્મી રત્નોની શાસનને આ ગામે ભેટ ધરી છે. આ ધર્મનગરી ઝીંઝુવાડામાં કાંતિભાઈ રહેતા હતા. રોજ ૫૦-૫૫ બીડી પીવે રાત્રિભોજન ચાલું, બીડી રાત્રે પણ પીવે, તેમના ભત્રીજા (પ. પૂ. આ. શ્રી યશોવિજય મ.)ની દીક્ષા થઈ ત્યારે એમને સ્વયં મનોરથ થયો.
કભત્રીજો દીક્ષા લે અને હું આવા પાપ કરું? ન ચાલે. દીક્ષા વખતે જ આજન્મ બીડી-ત્યાગ, રાત્રિભોજન - ત્યાગની ખૂબ કઠિન પ્રતિજ્ઞા લીધી! માનવને વ્યસન પડયા પછી બીડી વિગેરે વધતા જાય, તેનો ત્યાગ કરવો હોય તેને પણ બહુ આકરૂં પડે. અરે ! થોડી સંખ્યા ઘટાડવાની મ.સા. પ્રેરણા કરે તો પણ તેને સાત-પાંચ થઈ જાય. જ્યારે આ સત્વશાળીએ આવો ઘોર નિયમ લઈ અણીશુદ્ધ પાળ્યો!
પૂર્વે દીક્ષા સાંભળી ગામ-પરગામના ઘણાં દીક્ષા લેતા. શાસ્ત્રોમાં ઘણાં પ્રસંગો સાંભળવા મળે છે. આજે પણ કેટલાય સગાસ્નેહી દીક્ષા પ્રસંગે વિશેષ નિયમો લે છે. હે ભવ્યાત્માઓ! તમે જૈન છો. તમે પણ સગા-સ્વજન વિગેરેની દીક્ષા પ્રસંગે મળેલ દુર્લભ મનને જ્ઞાનથી ભાવિત કરી સત્ત્વ ફોરવી ઉલ્લાસથી શકય વ્રત નિયમો સ્વીકારી આત્મ હિત. સાધો. સંસારપ્રેમીઓ બીજાના ટીવી વિગેરે પાપવિલાસો જોઈ પાપ વ્યાપારો વધારે છે. તમે જૈન છો. તમારે અન્યની દીક્ષા વિગેરે જોઈ જાણી ધર્મ આરાધના અવશ્ય વધારવી જોઈએ. અને દીક્ષાર્થી દીક્ષાગુરૂ આદિ કોઈની પણ નિંદા, તિરસ્કાર, દ્વેષ આદિ કરવાનું ભયંકર પાપ ભૂલથી પણ ન થાય તે સાવચેતી તો બધાએ રાખવી જ જોઈએ.
૨૯. માસક્ષમણ-પ્રભાવે અલ્સરનો નાશ ઝીંઝુવાડાના આ જ કાંતિભાઈને અલ્સરની બીમારી થઈ. ડોકટરે
Stara re
૨૨ & Attitude
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org