________________
પ્રસ્તાવના
૩૩
वसईहि निवासी साहूग ठविओ ठाविओ अप्पा ॥६७॥ परिहरिय गुरुकमागय-बरवत्ताए चि गुजरन्ताए । वसहिनिवासो जेहिं, फुडीकओ गुज्जरत्ताए ॥६॥
તેમને [ વર્ધમાનસૂરિના] પદકમલની સેવામાં રસિક એવા ભ્રમરની પેઠે સર્વ ભ્રમથી રહિત, સ્વસમય અને પરસમય (શાસ્ત્ર)ના પદાર્થ જેણે અર્થ સહિત વિસ્તારેલા એવા સમર્થ (જિનેશ્વરસૂરિએ) અણહિલવાડામાં નાટકમાં જેમ છે તેમ સુપાત્રના સંદોહ જેણે દેખાડયા છે એવા, પ્રચુર (પદ) પ્રજ (?), બહુ વિદૂષક, સન્નાયકને અનુગત એવા અદ્ધિમાન રાજા દુલભરાજ સરસ્વતી અંકથી ઉપાભિત, સુખદ અને સુભગ રાજ્ય કરતા સતા તેની લોકાગમને અનુમત એવી રાજ્યસભામાં પ્રવેશ કરીને વિચારહીન એવા નામના આચાર્યો સાથે વિચારવિવાદ કરીને “સાધુઓને નિવાસ વસતિમાં હવે જોઈએ એ
સ્થાપિત કર્યું અને ગુરૂક્રમથી ચાલી આવેલી (ઉત્તમ ધર્મની) વાત (પણ) જેણે તજી દીધી હતી એવી ગુર્જરત્રા (ગુજરાત)માં પણ જેમણે વસનિ નિવાસ સ્કુટ કર્યો.
(ગુજરાત એ શાખ, જે “ગુર્જરત્રા” શબ્દમાંથી ફલિત થયું મનાય છે તે “ગુર્જરત્રા” બારમી સદી જેટલો તે જૂનો છે જ એ આ અવતરણ પરથી સિદ્ધ થાય છે.)
ઉકત જિનેશ્વરસૂરિએ રચેલા પંચલિંગી પ્રકરણ પર ઉક્ત જિનદત્તસૂરિના પટ્ટધર (મણિધારી) જિનરાંદ્રસૂરિ (તેમ)ના પટ્ટધર જિનપતિસૂરિએ (સૂરિપદ સં. ૧રર૩, સ્વ. સં. ૧૨૭૭ વચ્ચે) વૃત્તિ રચતાં તેની આદિમાં જ કહેલ છે કે
इह गूर्जरवसुधाधिपश्रीदुर्लभराजसभासभ्यसमाज