________________
પ્રસ્તાવના
૫૩
કાળના અન્તરમાં વસ્તુને વિશુધ બનાવવાનું સ્વાભાવિક સામ
છે, ઇતિહાસમાં ભભકભરી વિગતો માટે ભાગે ભરી હોય છે એ દેખાય છે, પ્રાચીન વધુ ભવ્ય લાગે છે ને ભૂતકાળનું ઘેન ચડે છે, આ વસ્તુ સ્થિતિથી ચેતવાનું છે.
વળી ભૂતકાળ વર્તમાનની સાથે સંકળાએલ રહે છે, એને સાવ ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરનાર ગમે તેવી મહાન વ્યકિત કે પ્રજા હોય તે તે નિષ્ફળ નીવડવાની. કેટલાકની ફાિદ છે કે ભૂતકાળની અતિશક્તિઓથી અને ભૂતકાળને જે ભવ્ય આકર્ષણીય રંગથી રંગવામાં આવે છે, તેથી ઘણું વહેમ, પાખંડ, અનાચાર અને દે નભી રહ્યા છે, અને ભૂતકાળની ભવ્યતા ઘણીવાર માણસને આંજી નાખે છે, અને યથાર્થ વસ્તુસ્થિતિ સમજવામાં અંતરાય રૂપ બને છે, રાજાએ અને મોટા શ્રીમંતોની ખુશામત કરવામાં ઘણું સારા પંડિતે, કવિઓ અને તપસ્વીઓએ પણ પુરાતન સમયમાં મોટે ભાગ ભજવ્યો છે, અને એને લીધે જ ભૂતકાળ આટલે આકર્ષક બન્યો છે. ભૂતકાળના એ ઐશ્વર્યશાળી રાજાઓ અને ધનિકેની નબળાઈઓ નહતી એમ બને જ નહીં, તેમણે ગરીબોને ચૂસવામાં, નબળાને જીતવામાં, સામા થનાર પર જૂલ્મ કરવામાં પ્રજાને પીડવામાં જે કંઈ કર્યું હોય તેને કંઈ પણ ઈશારે સરખો કરવામાં આવતો નથી, સમાજમાં રહેલા અનાચાર અત્યાચાર પણ લાચારને નામે ઓળખાતા હતા, અને જેમને એ જમાનાના એક મહાપુરૂષ ગણી શકાય તેમણે પણ એ અત્યાચાર સામે ઉંચી આંગળી કરવાની હિમ્મત નથી જણાવી, એટલે કે જુનું એટલું બધું સારું એમ ગણવું કે માનવું એ સત્યને રોડ છે, જે લોકાચાર કે રીતિનીતિ ઉપર “પ્રાચીનતાની છાપ