________________
AIMINITIlls
પ્રકરણ ૧૬ મું ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
આ ગલા પ્રકરણમાં સૂરિજીના જીવન ચરિત્ર સંબંધી
- પ્રાય તમામ વિષયો પર યથાશય પૂરતું લખાયું છે, તે છતાં કેટલીક ઐતિહાસિક અને કેટલીક જનતામાં પ્રચલિત એવી વાત રહી જવાથી “જીવન ચરિત્ર અપૂર્ણ લાગેલું, એટલે આ પ્રકરણમાં એ તમામ વાતોને સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ,
જ્યારે સૂરિજી મહારાજ ખંભાત હતા, ત્યારે માલકોટથી હર્ષનન્દન રત્નલાભ, મુનિ વર્ધમાન, મેઘા, રેખા આદિએ સંસ્કૃતમાં એક વિસ્તૃત સાંવત્સક્કિ પત્ર લખેલ * એમાં સૂરિજીના ગુણગાનમાં આગલા પ્રકરણમાં લખેલી જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓનું વર્ણન કરતાં “
ડિસ્ત્રીપુ પુનનિનીસાધવાઃ સૂરિમંત્રપુરાના સંસાધા.” લખેલું છે. એથી લાગે છે કે સૂરિજીએ સં. ૧૬ર૯ માં જ્યારે રૂસ્તકમાં
ચાતુર્માસ કરેલ, ત્યાંથી દિલ્હી નજીક હોવાથી દિલ્હી જઈ » ૬૪ ગિનીઓને પિતાના સૂરિમંત્રના પ્રભાવથી સાધી હશે.
*૧ સં.૧૬૫૮ અથવા સં.૧૬૬૬માં આ પત્ર સૂરિજીને આપવામાં આવેલ. એ સમયે સૂરિજીની સાથે ઉ. રત્નનિધાન, ઉ. જયપ્રમોદ શ્રીસુંદર, રત્નસુંદર, ધર્મસિંધુર, હર્ષવલ્લભ, સાધુવલ્લભ, પુણ્યપ્રધાન, સ્વર્ણ લાભ, જીવર્ષિ અને ભીમમુનિ આદિ મુનિઓ હતા. આ પત્ર અસાધારણ પાંડિત્યપૂર્ણ અને અતિપ્રૌઢ સંસ્કૃતમાં લખેલ છે. આ પત્રની પૂર્ણ નકલ આ ગ્રંથના પરિશિષ્ટ (ધ) માં આપેલ છે.