________________
વરતાવના
પ્રતિષ્ઠાઓ. ૧૧. મહાન શાસનસેવા. ૧૨. નિર્વાણ. ૧૩. વિદ્વાન શિષ્ય સમુદાય. ૧૪. જ્ઞાનુવતિ સાધુસંઘ. ૧૫. ભકત શ્રાવક ગણ. ૧૬. ચમત્કારિક જીવન અને અવશેષ ઘટનાઓ.
તદુપરાંત પરિશિષ્ટમાં બે વિહાર–પ, કિયાઉદ્ધાર નિયમપત્ર, સામાચાર પત્ર, બે શાહી ફરમાનો, એક પરવાને, સાંવત્સરિક પત્ર, આદેશપત્ર, પ્રશસ્તિપત્ર, વિજ્ઞપ્તિપત્ર, આચાર્ય કૃત અષ્ટમદ ચૌપાઈ, સંસ્કૃતમાં પંચતીથી સ્તવન, પાર્શ્વનાથ સ્તવન એ ઉપરોગી જ્ઞાતવ્ય હકીકતો જૂ કરી છે. તેથી ચરિત્રનાયક સંબંધીની તાત્કાલિક લગભગ ઘણીખરી બિના, તે વખતનું વાતાવરણ, ખરતરગચ્છ અને તે ગના મુનિ શ્રાવક આદિનાં વૃત્તાંત આપણને પ્રાપ્ત થાય છે.
લેખક મહાશયની લેખન પ્રવૃત્તિ પરથી કહેવું જ પડશે કે તેમણે પિતે પુરાતત્વરસિક હોવાથી તેમજ ખરતરગચ્છના અનુયાયી હેઈને પિતાના બીકાનેરમાં રહેલા પુસ્તકભંડાર તપાસવાની સગવડ સુભાગ્યે મળવાથી તેમાંથી શેાધ કરી ઐતિહાસિક સામગ્રી એકત્રિત કરી તેને વ્યવસ્થિત ગોઠવવામાં અને તેને શુભ તથા યથાસ્થિત ઉપગ કરવામાં કઈ જાતની કસર રાખી નથી એ સમગ્ર પુસ્તકના પૃષ્ય પૃષ્ણે દષ્ટિગોચર થાય છે. પિતે રહ્યા શ્રીમન્ત વ્યાપારી, બીકાનેર, કલકત્તા, સિલહટ, બોલપુર, ચાપડ, બાબુરહાટ વગેરે સ્થળોએ પોતાની ધંધાની પિઢીઓ અને તેને લગતા વ્યવસાયે પિતાને સંભાળવાના રહ્યા, છતાં તે સર્વનો વહીવટ કરવાની સાથે આ જાતનું સાહિત્ય કાર્ય અખંડ ચાલુ રાખે છે, ખરેખર તેમનાં ધર્મો અને તદર્થે પ્રીતિશ્રમને (Labour of love) આભારી છે.