________________ योगविशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ કે શરીર ઉપર તેની અસર પડે નહીં અને અનાકુળપણે - મનની સ્વસ્થતાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થઈ શકે. માટે જ ખાસ લખ્યું કે, તિતિક્ષામાવની તપાવરને વનવપ્રવૃત્તિ-િિ i તે પરીષહોને સહન કરી લેવાની ટેવ પાડવારૂપ ભાવના દ્વારા તેને દૂર કરવાથી અનાકુળ પ્રવૃત્તિની સિદ્ધિ થાય છે. - શારીરિક રોગો વગેરે અંદરથી પ્રગટતાંવિઘ્નરૂપ હોવાથી તેને વર સાથે સરખાવીને શાસ્ત્રકારશ્રીએ તેને મધ્યમવિદ્ધતરીકે ઓળખાવેલ છે.આવિનબહારથી નહીં પણ અંદરથી પ્રગટે છે. જો તેનો જય કરવામાં ન આવે તો તે પ્રવૃત્તિને ખંડિત કરે છે. પહેલા વિદ્ધ કરતાં આવિઘ્ન વધુ પ્રબળ કક્ષાનું હોય છે. આથી તેના જય માટેનો પરિણામ પણ વધુ પ્રબળ હોવો આવશ્યક છે. આશારીરિકરોગો વગેરે રૂપઅત્યંતરવિને જીતવા માટે પણઔષધવગેરેબાહ્ય સામગ્રીનો ઉપયોગ કરીને અનાગત કે પશ્ચારિોગ આવે તે પૂર્વે કેરોગ આવ્યા બાદ કોઈપણ પ્રકારની ચિકિત્સા દ્વારા રોગને દૂર કરવાનું શાસ્ત્રકારશ્રીએ અહીં જણાવ્યું નથી, પરંતુ તે માટે પિંડનિર્યુક્તિમાં દર્શાવેલ વિધિ મુજબ- ‘દિવાદાર મિહિર 'બનવાનો ઉપદેશ આપ્યો છે. પિંડનિર્યુક્તિમાં જણાવ્યું છે કે“જે મનુષ્યો હિતકર આહાર કરનારા હોય છે, પ્રમાણોપેત આહાર લેનારા હોય છે અને અલ્પ આહાર લેનારા હોય છે, તે પોતે જ પોતાના ચિકિત્સક બને છે. વૈદ્યો-ચિકિત્સકો તેની ચિકિત્સા કરતા નથી, કારણ કે, તેમને રોગ થતો જ નથી.” આ રીતે ધર્મપ્રવૃત્તિને અખંડિત રાખવા ઈચ્છનારે ધર્મપ્રવૃત્તિમાં રોગાદિ વિઘ્ન ન આવે તે માટે પોતાની આહારવિધિને શાસ્ત્રાનુસારી બનાવીને પહેલેથી જ સાવધાની રાખવાની છે, પણ અનાગત ચિકિત્સા કરવાની નથી. ‘દિલદિમદાર'એ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરનારને શારીરિક રોગો થતા નથી અને તેની ધર્મપ્રવૃત્તિ નિર્વિદને પ્રવર્તે છે. આમ છતાં કોઈ તેવા પ્રકારના પ્રબળ કર્મના ઉદયથી રોગ ઉભા થઈ જાય અને દિવાદ મિયાદા'- એવી શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરવા છતાં પણ તે રોગ દૂર ન થાય તો ચિકિત્સા કરવાનો ઉપદેશ ન આપતાં તે રોગને સમગ્ર પ્રકારે સહન કરી લેવાનો અને રોગાદિમાં મન અસ્વસ્થ ન બને તે રીતે તેને મેળવીને પ્રવૃત્તિ અખંડ રાખવાનો ઉપદેશ આપ્યો છે. - મનને અસ્વસ્થ બનતું બચાવવા માટે હમેશાં એવી વિચારણા કરવી કે, “આ રોગાદિ પરીષહો બહુ બહુ તો મારા શરીરને પીડા કરી શકે તેમ છે, હું તો શરીરથી પર છું, તે મને મારા આત્માના સ્વરૂપને વિકૃત કરવા જરાય સમર્થ નથી. પછી મારે શા માટે મુંઝાવું જોઈએ? રોગ પોતે પોતાનું કામ કરે છે, તેમ મારે મારું કામ કરવું જોઈએ,’ એવી સમ્યગુવિચારણાઓ દ્વારા મનને રોગાદિથી, દેહભાવથી પર કરીને રોગાદિ પરીષહરૂપવિઘ્નનો જય કરવો. આ રીતે મનને કેળવવાથી વિધ્વજય થતાં આરંભેલ ધર્મપ્રવૃત્તિ અખંડપણે પ્રવર્તે છે. - મિથ્યાત્વાદિનો ઉદય એ સૌથી પ્રબળ વિઘ્ન છે. કારણ કે મિથ્યાત્વાદિનો ઉદય થતાં, આ માર્ગ સાચો હશે કે કેમ, તેવી શંકા પડી જાય છે. આગળ વધીને માર્ગ ઉન્માર્ગરૂપ અને ઉન્માર્ગ માર્ગરૂપ લાગી જાય છે. આવી સ્થિતિમાં યોગમાર્ગમાં આગળ વધવાની પ્રવૃત્તિ અટકી જાય છે. આવા સમયે સદ્ગર પ્રત્યેનું સમર્પણ જ ઉપકારક બની શકે છે. ગુરુને સાચા ભાવે સમર્પિત બની, મિથ્યાત્વ વગેરે જે દોષોનો પ્રબળ ઉદય થયો હોય તેની પ્રતિપક્ષી ભાવનાઓથી અંતઃકરણમાં વ્યાપેલ મિથ્યાત્વ આદિ