________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१६ "તત્તિ: પક્ષપતિશ, માવા ર ય ક્રિયા अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव / / 1 / / " [221 श्लो०] इत्यादि / न चैवं तादृशषष्ठसप्तमगुणस्थानपरिणतिप्रयोज्यविधिव्यवहाराभावादस्मदादीनामिदानीन्तनमावश्यकाद्याचरणमकर्तव्यमेव प्रसक्तमिति शङ्कनीयम्, विकलानुष्ठानानामपि “जा जा हविज जयणा, सा सा से णिजरा होइ / " इत्यादिवचनप्रामाण्यात् यत्किञ्चिद्विध्यनुष्ठानस्येच्छायोगसम्पादकतदितरस्यापि बालाद्यनुग्रहसम्पादकत्वेनाकर्तव्यत्वासिद्धेः / इच्छायोगवद्भिर्विकलानुष्ठायिभिगीतार्थः सिद्धान्तविधिप्ररूपणे तु निर्भरो विधेयस्तस्यैव तेषां सकलकल्याणसम्पादकत्वात् / / उक्तं च गच्छाचारप्रकीर्णके - "जइ विण सक्कं काउं, सम्मं जिणभासियं अणुट्ठाणं / तो सम्म भासिज्जा, जह भणियं खीणरागेहिं / / 1 / / “એક તરફ વિધિ મુજબની ક્રિયામાં તાત્ત્વિક પક્ષપાત હોય અને બીજી તરફ વિધિ તરફ આદર-ભાવ વિનાની જે ક્રિયા હોય; એ બેમાં રહેલું અંતર સૂર્ય અને આગિયા જેટલું છે.” (221 શ્લો) વગેરે. હવે કોઈ શંકા કરે કે - 'અહીં જેવી વિધિપૂર્વકની ક્રિયા કરવાનું કહ્યું, તેવી ક્રિયા તો છઠ્ઠા-સાતમ ગુણસ્થાનકનો ભાવ જેમને સ્પર્યો હોય તેવા આત્માઓને જ સંભવી શકે છે. તેવા ભાવથી કરાતો વિધિ-વ્યવહાર આપણામાં નહિ હોવાથી આપણું હમણાં કરાતું પ્રતિક્રમણાદિ આચરણ અકર્તવ્ય બની જશે.’ તેવી શંકા કરવાની જરૂર નથી. કારણ કે - (વિધિ પ્રમાણે કરવાની ઈચ્છા હોવા છતાં કોઈ કારણસર) “અપૂર્ણ અનુષ્ઠાન કરનારા જીવોમાં પણ જે જે જયણાનો ભાવ છે, તે તે ભાવ જ તેમને નિર્જરા કરાવનાર બને છે.” આ રીતનાં શાસ્ત્રમાં મળતાં વચનોના આધારે થોડી, ઘણી વિધિવાળું પણ અનુષ્ઠાન પૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાનના “ઈચ્છાયોગ’ને પમાડનાર બને છે અને અવિધિવાળું એવું અનુષ્ઠાન પણ બાળાદિ જીવોને લાભ પમાડતું હોઈ ‘હમણાં કરાતું આપણું પ્રતિક્રમણાદિક આચરણ અકર્તવ્ય બની જશે' એવું નહિ બને. ઈચ્છાયોગમાં વર્તતા અને શાસ્ત્રોક્ત સંપૂર્ણ અનુષ્ઠાનને નહિ આચરી શકતા એવા ગીતાર્થ ઉપદેશકોએ શાસ્ત્રોમાં બતાવેલ વિધિમાર્ગની પ્રરૂપણાનો જ આગ્રહ રાખવો જોઈએ. કેમ કે તેમનું સંપૂર્ણ કલ્યાણ વિધિમાર્ગની પ્રરૂપણાથી જ થાય છે. પિતાને શાસ્ત્ર મુજબ સંપૂર્ણ અનુષ્ઠાન જ કરવું છે, છતાં કોઈ કારણસર તેવું સંપૂર્ણ પાલન કરી શકતા નથી તેવા ગીતાર્થોએ અન્ય જીવોને ઉદ્દેશીને તો વિધિમાર્ગની (શાસ્ત્રોક્ત સંપૂર્ણ અનુષ્ઠાનની વિધિની) જ પ્રરૂપણા કરવી જોઈએ. એમાં જ એમનું પૂર્ણ કલ્યાણ છે.] ગચ્છાચાર પ્રકીર્ણક નામના આગમમાં કહ્યું છે કે - જો તમને) શ્રીજિને કહેલું અનુષ્ઠાન સમ્યફ પ્રકારે કરવું શક્ય ન હોય તો પણ જેવું વીતરાગે કહ્યું છે, તેવું જ બોલજો.” |1||