________________ 14 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२ चिन्मात्रसमाधिरूप इत्येवं 'एषः' योगः पञ्चविधः 'तन्त्रे' योगप्रधानशास्त्रे, प्रतिपादित इति शेषः / उक्तं च - "स्थानोर्णालम्बनतदन्ययोगपरिभावनं सम्यक् / પત્તયોનને, યોગાTMા રૂત્તિ સમવિઃ " [sોડ રૂ-૪] स्थानादिषु योगत्वं च "मोक्षकारणीभूतात्मव्यापारत्वं योगत्वम्” इति योगलक्षणयोगादनुपचरितमेव / यत्तु “यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्य" [पातं. सू. 2-29] इति योगाङ्गत्वेन योगरूपता स्थानादिषु हेतुफलभावेनोपचारादभिधीयत इति षोडशकवृत्तावुक्तं तत् ચિત્તવૃત્તિનિરોધો વો” [. વ. 6. 2-2] તિ યોગક્ષમાવેતિ ધ્યેયમ્ | अत्र स्थानादिषु 'द्वयं' स्थानोर्णलक्षणं कर्मयोग एव, स्थानस्य साक्षादूर्णस्याप्युञ्चार्यमाणस्यैव ग्रहणादुशारणांशे क्रियारूपत्वात् / तथा 'त्रयं' अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः, 'तुः' एवकारार्थ इति ज्ञानयोग एव, अर्थादीनां . સાક્ષાત્ જ્ઞાનરૂપવાન્ ભા૨ાા નિરાલંબન : પાંચમો ‘રહિત=નિરાલંબન રૂપીદ્રવ્યના આલંબન વિનાનો, નિર્વિકલ્પ જ્ઞાનનો જ ઉપયોગસમાધિરૂપ યોગ છે. આ પ્રકારે પાંચ પ્રકારનો યોગ યોગશાસ્ત્રોમાં કહેવાયો છે. ષોડશકમાં કહ્યું છે કે - 1 - સ્થાન, 2 - ઊર્ણ, 3 - અર્થ, 4 - આલંબન, 5 - નિરાલંબન આ પાંચ પ્રકારના યોગનું સમ્યફ પરિભાવન જ પરતત્વની (મોક્ષ) સાથે જોડવામાં સમર્થ છે. તેથી શાસ્ત્રજ્ઞો તેને યોગાભ્યાસ કહે છે.” સ્થાન વગેરેમાં યોગત્વ એ અનુપચરિત (કોઈ પણ ઉપચાર-સંસ્કાર કર્યા વિનાનું) છે. કેમ કે તેમાં “મોક્ષના કારણરૂપ આત્મબાપારપણું એ યોગપણું છે' - એવું યોગનું લક્ષણ રહેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ આઠ, યોગના અંગો છે” - આ રીતે સ્થાનાદિમાં હેતુ-ફળ (કારણ-કાર્ય) ભાવથી, એટલે કે ઉપચારથી યોગનું અંગપણું હોવાથી યોગરૂપતા હોવાની વાત ષોડશક વૃત્તિમાં જે જણાવી છે, “તે પતંજલિના ‘ચિત્તવૃત્તિનો નિરોધ' એ યોગ છે” - એવા યોગના લક્ષણને ધ્યાનમાં રાખીને કહેલ છે. (આમ, યોગનાં જુદાં જુદાં લક્ષણને આધારે સ્થાનાદિમાં અનુપચરિત યોગપણું કે ઉપચરિત યોગપણું કહેવામાં અપેક્ષાભેદ હોઈ પરસ્પર કોઈ વિરોધ નથી.) સ્થાનાદિ પાંચ યોગમાં પહેલા બે અર્થાતુ 1 - સ્થાન અને 2 - ઊર્ણ એ ક્રિયાયોગ-(કર્મયોગ) જ છે. કેમ કે સ્થાન તો સાક્ષાતુ ક્રિયારૂપ છે અને ઊર્ણ પણ ક્રિયારૂપ છે, શબ્દોચ્ચાર કરતી વખતે ઉચ્ચાર કરાતા અંશે ક્રિયા થાય છે. માટે તે ક્રિયારૂપ છે. તથા 3 - અર્થ, 4 - આલંબન અને 5 - નિરાલંબન આ ત્રણે જ્ઞાનયોગ છે. શ્લોકમાં કહેવાયેલ ‘તુ' જ કારવાચી. છે. એટલે આ ત્રણે જ્ઞાનયોગ જ છે એમ અર્થ કરવો. કેમકે અર્થ આદિ ત્રણે સાક્ષાત્ જ્ઞાનરૂપ છે. કેરી તાત્પર્ય : આયોગવિંશિકાગ્રંથમાં જે પાંચયોગનું વર્ણન કરવાનું છે તે પાંચ યોગનાનામોલ્લેખપૂર્વક તેની અહીં વ્યાખ્યા આપવામાં આવી છે. - યોગશાસ્ત્રોમાં વિવિધ પ્રકારની અપેક્ષાઓથી અનેક પ્રકારે યોગોના ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પૈકીની એક અપેક્ષા વિશેષને આશ્રયીને અહીં આ સ્થાનાદિ પાંચ યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે.