________________ 44 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१५ सो एस वंकओ चिय, न य सयमयमारियाणमविसेसो / एयं पि भावियद, इह तित्थुच्छेयभीरुहिं / / 15 / / 'सो एस' त्ति / स एष' सूत्रक्रियाविनाशः 'वक्र एव' तीर्थोच्छेदपर्यवसायितया दुरन्तदुःखफल एव / ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभादशुद्धायाश्चानङ्गीकारादानुश्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्टजनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते न च कर्तुरविधिक्रियया गुरोरुपदेशकस्य कश्चिद्दोषः, अक्रियाकर्तुरिवाऽविधिक्रियाकर्तुस्तस्य स्वपरिणामाधीनप्रवृत्तिकत्वात्, केवलं क्रियाप्रवर्तनेन गुरोस्तीर्थव्यवहाररक्षणाद् गुण एवेत्याशङ्कायामाह - 'न च स्वयं मृतमारितयोरविशेषः', किन्तु विशेष एव, स्वयं मृते स्वदुष्टाशयस्यानिमित्तत्वात् मारिते च मार्यमाणकर्मविपाकसमुपनिपातेऽपि स्वदुष्टाशयस्य निमित्तत्वात्, तद्वदिह स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम् - ગાથા-૧૫: (પૂર્વે જે સૂત્રક્રિયાનો નાશ કહેવામાં આવ્યો) તે આ સૂત્રક્રિયાનો વિનાશ વક્ર (દુરંત દુઃખફળદાયી) જ છે; “કોઈ સ્વયં મરી જાય” અને “કોઈને કોઈ બીજો મારે' આ બે ક્રિયા જેમ સમાન નથી તેમ તીર્થોચ્છેદનો ભય રાખતા લોકોએ આ બાબતમાં પણ વિચારવું -15. વ્યાખ્યાર્થ: તે આ (પૂર્વકથિત) સૂત્રક્રિયાનો વિનાશ વક્ર જ છે, એટલે કે સૂત્રક્રિયાનો વિનાશ તીર્થોચ્છેદમાં (તીર્થનાશમાં) પરિણામ પામતો હોવાથી દુરંત એટલે કે દુઃખે કરીને જેનો અંત થાય એવા દુઃખફળને જ આપનાર છે. શુદ્ધ ક્રિયાનો જ આગ્રહ રાખવામાં આવશે તો (તે દુષ્કર હોઈ) શુદ્ધ ક્રિયા કરનાર કોઈ મળશે નહિ તથા અશુદ્ધક્રિયા ચલાવશો નહિતો, ‘ક્રિયા નહિ કરવા” અનાદિ સંસ્કારો જાગૃત થશે. એથી (વિધિવાળી કે અંવિધિવાળી કોઈપણ પ્રકારની જૈન ક્રિયા કરનાર કોઈ જન મળવાને કારણે) તીર્થનાશ થઈ જશે. એના બદલે (યથાકથંચિતુ) જેમતેમ - અવિધિથી કરાતું ધર્માનુષ્ઠાન પણ જો ચલાવી લેવાય તો જૈનધર્મની ક્રિયા કરનારા-ક્રિયાકારી-લોકોના સમુદાયરૂપ તીર્થનો નાશ નહિ થાય. વળી કોઈ માને કે આવું કરવામાં ઉપદેશક-ગુરુને દોષ લાગે તો તેમ પણ નથી. કેમ કે ધર્મક્રિયા ન કરનાર પોતાના ભાવના આધારે જ તે ધર્મક્રિયા કરતો નથી. તેમ અવિધિવાળી ક્રિયા કરનારો પણ અવિધિવાળી ક્રિયા પોતાના ભાવના આધારે જ કરે છે, તેથી ધર્મક્રિયા કરવાનો ઉપદેશ આપનાર ગુરુને તો એ ક્રિયા પ્રવર્તનથી તીર્થ-વ્યવહારની રક્ષાથી ગુણ (લાભ) જ થાય છે” . આ રીતે માનનારને જવાબ આપતાં જણાવે છે કે - સ્વયં મરેલ’ અને ‘બીજા દ્વારા કરાયેલ' : આ બંનેમાં કોઈ ફરક નથી એમ ન કહેવું. બંને વસ્તુ જુદી જુદી જ છે. કોઈ જીવ સ્વયં પોતે મરી જાય તેમાં કોઈનો (તને મારવાનો) દુષ્ટ આશય (ભાવ) હોતો નથી. (તેના કરવામાં કોઈની ખરાબ ભાવના કારણરૂપ નથી) અને બીજા દ્વારા કરાયેલ જીવના મરણમાં મરનાર આત્માનો પોતાનો કર્મવિપાક કારણ હોવા છતાં મારનાર આત્માનો દુષ્ટ આશય પણ નિમિત્તરૂપ હોય છે. એ જ રીતે અહીં (ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનમાં) કોઈ જીવ પોતે જ “ધર્માનુષ્ઠાન’ પ્રવૃત્તિ ન કરે તો તેમાં ગુરુને કોઈ દોષ લાગતો નથી. પરંતુ “ગુરુની અવિધિ-પ્રરૂપણાનો આધાર લઈને કોઈ જો અવિધિમાં પ્રવૃત્તિ કરે', તો તેને ઉન્માર્ગમાં પ્રવર્તાવવા રૂપ ભાવના કારણે ગુરુને-ઉપદેશકને મોટો દોષ ચોક્કસ લાગે છે. શ્રુતકેવળી ઉપદેશમાળાકાર પૂ. શ્રી ધર્મદાસ ગણિવરશ્રીજીનું તેવું જ વચન છે -