________________
૧૨
જડ ધૂપ.” એટલે આત્મા આ દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનું દૃષ્ટાંત ઘટે છે. સોની કુંડલાદિ ભાવને નિમિત્ત–મિત્તિકભાવે કરૂં છે, અને પિતાના સુખ–હર્ષ આદિ ભાવેનો પરિણામ-પરિણામભાવે કર્તા છે. આ દ્રવ્યકર્મથી દેહાદિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમને ઉદય થાય છે. તે ઉદય થયે જે આત્મા રાગ-દ્વેષ–મોહરૂપ વિભાવ ભાવે પરિણમે તે તે ભાવમલરૂપ નવીન ભાવકર્મને બંધ કરે છે, અને આ ભાવકર્મા નિમિત્તે પુન: દ્રવ્યકર્મ બંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. જૈન પરિભાષામાં ભાવકને માટે “માલ” અને દ્રવ્યકમને માટે “રજ’ એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હોય તો રજ ચૂંટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચોંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટીન્યાયે ભાવકર્મ–દ્રવ્યકર્મને અનુબંધ થયા કરે છે, ભાવકર્મથી દ્રવ્યકમ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે, અને તેથી જન્મમરણના આવર્તરૂપ-ફેરારૂપ ભવચક પણ ઘૂમ્યા કરે છે.
આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કર્મબંધનું મૂળ કારણ છે, અને કમ એ ભવભ્રમણનું કારણ છે, એટલે સંસારનું મૂળ કારણ અવિદ્યારૂપ આત્મભ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું જ્ઞાન એ જ છે. દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ આત્મભ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ–મોહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના યોગક્ષેમાથે–વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત શ્રાંતિને લીધે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપયોગ ચૂક્ય એટલે ચૂળે. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિતિત થવા લાગ્યું, વચનથી પરભાવ-વિભાવ મહારા છે એવું મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુશ્લેષ્ટિત આચરાવા લાગ્યું. આમ “તુતિ સુમારિક સુદિ ' રૂપ મન-વચન-કાયાના યુગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ “સુ” દુકૃત ઉભરાવા લાગ્યું.
પપરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે,
પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે.”—શ્રી દેવચંદ્રજી. આમ પરવસ્તુમાં મુંઝાવારૂપ મહ-દર્શનમેહ ઉપ, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું, અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડયું. દર્શન મેહ ઉપ એટલે ચારિત્રમેહ ઉપજે, અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારની ઉત્પત્તિ થવા લાગી. આ ત્રિવિધ મહરૂપ ઘાતિ પ્રકૃતિને બંધ થયું, એટલે તેને અવ