Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 234
________________ પણ જીવ કર્મની નિર્જરા કરે છે અને સુલભબોધિ બને છે. વિવેચન : ‘‘પંચમકાળમાં પ્રમાદબહુલજીવોને શાસ્ત્રોક્ત વિધિ અતિદુષ્કર લાગવાથી એ સાંભળવામાત્રથી તેઓ ડરી જાય. . . એના કરતાં એમને પણ સરળ પડે એવો મધ્યમમાર્ગ એમને બતાવવો જોઇએ...’' આવી સંભવિત શંકાના સમાધાન માટે હવેનો અધિકાર છે. એનો આશય એ છે કે, કદાચ વિકલાનુષ્ઠાન હોય તો પણ પોતાને કે શ્રોતાને લાભ કરાવી આપનાર કોઇ હોય તો એ વિધિરસિકતા છે. એટલે, જો ગીતાર્થ સ્વયં શાસ્ત્રોક્ત વિધિનું નિરૂપણ પડતું મૂકી મધ્યમ નિરૂપણ ચાલુ કરે તો પોતાનો વિધિ પ્રત્યેનો પક્ષપાત મોળો પડ્યા વગર રહે નહીં... તેમજ શ્રોતાને પણ યથાર્થ વિધિ જાણવા જ ન મળવાથી એના પ્રત્યે રુચિ ઊભી થાય નહીં. અને તેથી, પછી ઉભયપક્ષે થતું અવિધિઆચરણ મહામૃષાવાદાદિ દોષરૂપ બને જ. માટે ગીતાર્થ પુરુષે, ભલે પોતાનું આચરણ વિકલ હોય, તો પણ શ્રોતાઓ સમક્ષ તો શાસ્ત્રીય વિધિની જ પ્રરૂપણા કરવી જોઇએ. એ જ તેઓને થતી નિર્જરાનું મુખ્ય કારણ બનતું હોવાથી સકલ કલ્યાણની સંપાદક છે. આ જ વાતના સમર્થનમાં શ્રી ગચ્છાચાર પયન્નાની બે સાક્ષીગાથાઓ આપી છે. ઉપદેશમાળાની ‘ના ના વિઘ્ન નયળા સા સા સે નખરા હોફ' આવી જે વાત આવી ગઇ, તેનો પૂર્વાર્ધ પણ આ જ સૂચન કરે છે. એનો પૂર્વાર્ધ આવો છે - હીળસ્ત્ર વિ સુદ્ધપવાસ્ય સંવિપલ્લવાય(। એનો અર્થ - સ્વયં આચરણમાં હીન જીવ પણ જો શુદ્ધ પ્રરૂપક હોય અને સંવિગ્ન સાધુઓ પર પક્ષપાતવાળો હોય તો (એની જે જે જયણા હોય તે તે નિર્જરાફલક બને છે.) આમાં શુદ્ધપ્રરૂપક અને સંવિગ્નપક્ષપાત આ બન્ને હેતુદર્શક વિશેષણો છે. વળી, શુદ્ધવિધિનો તેમજ શુદ્ધિવિધિ પાળનાર સંવિગ્ન સાધુઓનો પક્ષપાત પણ શુદ્ધપ્રરૂપણાથી જ દઢ-દ૰તર બને છે. માટે એના મૂળમાં પણ શુદ્ધ પ્રરૂપણા હોવાથી નિર્જરાના મુખ્ય હેતુ તરીકે શુદ્ધપ્રરૂપણા સિદ્ધ થાય છે... માટે એ સકલકલ્યાણસંપાદક છે. વળી ગચ્છાચારપયન્નામાં જણાવ્યા મુજબ શુદ્ધપ્રરૂપણાના કારણે જીવ સુલભબોધિ બને છે. એટલે ભવાંતરમાં પણ જીવની મોક્ષમાર્ગમાં પ્રગતિ થવા રૂપ કલ્યાણનું સંપાદન પણ શુદ્ધપ્રરૂપણા કરી આપે છે. માટે શાસ્ત્રના રહસ્યના જ્ઞાતા એવા ગીતાર્થે શુદ્ધ પ્રરૂપણા પર ભાર આપવો જોઇએ. 'ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृजन्ति, अन्यं વિધિ અભિમાનીને મહાદોષ Jain Education International For Private & Personal Use Only 217 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290