Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 283
________________ અન્યદર્શનકારો ક્ષપશ્રેણિને ‘સંપ્રજ્ઞાતસમાધિ’ તરીકે જે ઓળખાવે છે તે પણ અસંગત નથી. સં = સમ્યક્ = યથાવત્, પ્ર = પ્રકર્ષ = સવિતર્કનિશ્ચયાત્મકત્વ. ક્ષપશ્રેણિ દરમ્યાન આત્માના પર્યાયો તથા દ્વીપ વગેરે પદાર્થો સમ્યગ્ = યથાવત્ = જેવા છે તેવા વિતર્ક – વિચાર = વિકલ્પવાળા નિશ્ચયાત્મક જ્ઞાનથી જણાય છે. જ્ઞાનમાં રહેલું આ સવિતર્ક નિશ્ચયાત્મત્વ એ એમાં રહેલો પ્રકર્ષ છે. એટલે સં (સમ્યગ્) પ્ર (પ્રકર્ષવાળા જ્ઞાનથી પદાર્થો) જ્ઞાત છે, માટે ક્ષષકશ્રેણિને સંપ્રજ્ઞાતસમાધિ કહેવી એ અર્થથી સંગત છે. આ 'ततश्च केवलमेव = केवलज्ञानमेव भवति । अयञ्चासम्प्रज्ञातः समाधिरिति परैर्गीयते, तत्रापि अर्थतो नानुपपत्तिः, केवलज्ञानेऽशेषवृत्त्यादिनिरोधाल्लब्धात्मस्वभावस्य मानसविज्ञानवैकल्यादसम्प्रज्ञातत्वसिद्धेः । વૃત્તિઅર્થ : 'ત્યારપછી કેવલ = કેવલજ્ઞાન જ થાય છે. એ અસંપ્રજ્ઞાતસમાધિ છે એમ અન્યદર્શનકારો વડે કહેવાય છે. એમાં અર્થથી કોઇ અસંગતિ નથી, ડેવલજ્ઞાન થયે બધી વૃત્તિ વગેરેનો નિરોધ થવાથી લબ્ધઆત્મસ્વભાવવાળા કેવલી ભગવંતોને માનસવિજ્ઞાનની વિકલતા હોવાથી અસંપ્રજ્ઞાતત્વ સિદ્ધ થાય છે. વિવેચન : (૧) ત્યારપછી = શ્રેણિ નિર્મૂઢ થયા પછી કેવલજ્ઞાન થાય છે. (૨) આ કેવલજ્ઞાન ‘અસંપ્રજ્ઞાત’ તરીકે અન્યતીર્થિકો વડે જે કહેવાય છે તેમાં પણ અર્થથી અસંગતિ નથી. કારણકે કેવલજ્ઞાન થયે અરોષ-મતિ-શ્રુતજ્ઞાનાત્મક મનોવિકલ્પરૂપ બધી વૃત્તિઓ અને ‘આદિ’ પદથી એના કારણભૂત મતિજ્ઞાનાવરણાદિકર્મોનો નિરોધ થઈ ગયો હોય છે. (રાગાદિ વૃત્તિઓનો તો પૂર્વે જ નારા થઈ ગયો છે. ) વૃત્તિઓનો નિરોધ થઈ જવાથી આત્માને પોતાનોવૃત્તિરહિત નિર્મળસ્વભાવ (કેવલજ્ઞાનાદિ) પ્રાપ્ત થાય છે. એટલે તેને મનોજન્ય વિકલ્પાત્મક માનસવિજ્ઞાન હોતું નથી. અર્થાત્ સવિતર્કનિશ્ચયાત્મત્વરૂપ પ્રકર્ષ હોતો નથી. માટે એ સંપ્રજ્ઞાત ન હોવાથી ‘અસંપ્રજ્ઞાત’ છે. સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ આ બન્ને અનુપપન્ન નથી એવું જણાવવા ‘અર્થતઃ’ એવું પદ ઉમેરેલું છે. તે એ સૂચવે છે કે રાબ્દથી તો અસંગતિ = ફેરફાર છે, પણ અર્થથી નથી. આપણે ત્યાં પૃથવિતર્કસવિચાર, એકત્વ 266 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા...૨૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290