Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 281
________________ [અલબત્ અપુનર્બન્ધકથી લઈને અપ્રમત્તમુનિના સાલંબનધ્યાન સુધીની બધી સાધનાઓ મોહનો કંઇક ને કંઇક અંશે નાશ કરનાર છે જ. પણ પરમાત્મતુલ્યતા આત્મજ્ઞાન (નિરાલંબનધ્યાન) જે પ્રચુર માત્રામાં ને જે શીવ્રતાથી મોહનાશ કરે છે, તે પ્રચુરતાથી ને તે શીઘ્રતાથી નહીં. અહીં પ્રચુરતાથી ને શીઘ્રતાથી થતા મોહનાશનેનજરમાં રાખીને નિરાલંબનધ્યાનને જ મોહનાશક તરીકે કહ્યું છે એ જાણવું] ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે પોતાની ચોવીશીમાં નીચે મુજબ કહ્યું છે તારું ધ્યાન તે સમડીતરૂપ તેહ જ જ્ઞાનને ચારિત્ર તેહ છેજી તેથી રે જાએ સઘળાં પાપ ધ્યાતારે ધ્યેય સ્વરૂપ હોયે પોજી શ્રી શાંતિજિનસ્તવન ગા.૪ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું જ્ઞાનીને ફળ દેઈ રે કાયા કષ્ટ વિના ફળ લહીએ મનમાં ધ્યાન જ ધરેઇ રે ! શ્રી અરજિન સ્તવન ગા. ૩ જે ઉપાય બહુવિધની રચના જોગમાયા તે જાણો રે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે શ્રી અરજિન સ્તવન ગા. ૪ (૪) ૧૯મી ગાથાનો ઉપસંહાર કરવા કહે છે – આમ પ્રભુની મૂર્તિ - પ્રાતિહાર્યો વગેરે પીદ્રવ્યવિષયક ધ્યાન એ સાલંબન યોગ છે અને સિદ્ધાત્માનું કે સંસારીઆત્માનું શુદ્ધ નિશ્ચયનયમાન્ય કેવલજ્ઞાનાદિમય અરૂપીપદાર્થવિષયક ધ્યાન એ નિરાલંબનયોગ છે એ નિશ્ચિત થયું. સાધક આત્મા પ્રતિમાદિવિષયક સાલંબનધ્યાનમાંથી આગળવધતાં વધતાં કેવલજ્ઞાનાદિવિષયક નિરાલંબનધ્યાન સુધી પહોંચે છે એ જાણવું. I ૧૯ / अथ निरालम्बनध्यानस्यैव फलपरम्परामाहएयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव। तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं॥२०॥ (264) યિોગવિંશિકા ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290