Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 286
________________ શ્રુતજ્ઞાનના મનોવિકલ્પો ત્યાં ન હોવાથી, મનોવૃત્તિઓના અત્યંત ઉચ્છેદથી એ થાય છે એમ જણાવ્યું છે. છતાં મનોયોગ વગેરે હોવાથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન તો હોય જ છે. યોગનિરોધ કરીને જીવ ચૌદમે ગુણઠાણે જાય ત્યાં આત્મપ્રદેશોનું પરિસ્પંદન પણ હોતું નથી. એટલે કે પરિસ્પન્દવૃત્તિઓનો અત્યન્ત ઉચ્છેદ થયો હોય છે. આ બીજો અસંપ્રજ્ઞાત સમાધિ છે. કેવલજ્ઞાનના ફળ રૂપે જ યોનિરોધ થયો હોવાથી એને કેવલજ્ઞાનના ફળભૂત કહ્યો છે. (શ્રી દશવૈકાલિકસૂત્રના ૪થા અધ્યાયમાં કહ્યું जया लोगमलोगं च जिणो जाणइ केवली । तयाजोगे णिरुंभित्ता सेलेसीं पडिवज्जइ ॥ ) છે ‘તવૈવાદ-તતથ-વલજ્ઞાનતામાનન્તરજી અયોયો:-વૃત્તિનીનવાહા (૫)योगाख्यः समाधिर्भवति। अयञ्च धर्ममेघः इति पातञ्जलैर्गीयते, अमृतात्मा इत्यन्यैः, भवशत्रुः इत्यपरैः, शिवोदयः इत्यन्यैः, सत्त्वानन्दः इत्येकैः परश्च इत्यपरैः । क्रमेण उपदर्शितपारम्पर्येण ततोऽयोगयोगात् परमं = सर्वोत्कृष्टलक्षणं निर्वाणं भवति ॥ २० ॥ વૃત્તિઅર્થ : `આને જ કહે છે – કેવલજ્ઞાનનો લાભ થયા પછી અયોગ નામનો યોગ થાય છે, અર્થાત્ વૃત્તિ અને બીજના દાહથી અયોગનામે સમાધિ થાય છે. આ (અયોગસમાધિ) પાતંજલો વડે ધર્મમેઘ, બીજાઓ વડે અમૃતાત્મા, વળી અન્યો વડે ભવશત્રુ, તથા વળી અન્ય વડે શિવોય, તેમ જ બીજા દર્શનકારો વડે સત્ત્તાનન્દ, તો ઓર અન્યો વડે પરઃ રાબ્દથી ઓળખાય છે. ઉપદર્શિત ક્રમે તે અયોગનામના યોગથી પરમ = સર્વોત્કૃષ્ટ ફળ = નિર્વાણ પ્રાપ્ત થાય છે. વિવેચન : (૧) આને જ = કેવલજ્ઞાનના ફળને જ કહે છે. ડેવલજ્ઞાનનો લાભ થયા પછી પરિસ્પન્દરૂપ વૃત્તિઓ અને તેના બીજભૂત કર્મોદય... આ બન્નેનો દાહ થવાથી અયોગનામની સમાધિ પ્રાપ્ત થાય છે. (વૃત્તિમાં વૃત્તિની નવાજ્ઞાયો વ્ય: પાઠના સ્થાને વૃત્તિની નવાજ્ઞાયોરણ્ય: એવો પાઠ હોવો જોઇએ.) અયોગીઅવસ્થા (શૈલેશી) છે એટલે પરિસ્પન્દ નથી. તેમજ એના કારણભૂત ઔદારિકશરીરનામકર્મ વગેરેનો ઉદય પણ વિચ્છિન્ન થયો છે. માટે ખીજનો પણ દાહ થયો છે. માટે વૃત્તિ અને બીજના દાહથી આ યોગ પ્રાપ્ત થયો છે. મન-વચન-કાયાનો કોઇ જ (સૂક્ષ્મ પણ) યોગ નથી માટે એ ‘અયોગ’ છે. છતાં, એ જીવને મોક્ષ સાથે યોજી આપનાર તો છે જ, માટે ‘યોગ’ છે. એટલે આ અયોગી અવસ્થા 269 www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290