Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ અયોગનામનો યોગ છે. તેરમે ગુણઠાણે પણ જીવનું વીર્ય આહાર-વિહાર-દેશના વગેરે ચેષ્ટારૂપે પુગલભાવમાં વ્યાપૃત હતું. હવે એ બધું અટકી ગયું છે, અને જીવનું બધું જ વીર્ય આત્મસ્વભાવમાં જ વિશાન્ત થયેલું છે, માટે એ સમાધિ રૂપ છે. યોગ નામનો છેલ્લો આશ્રવ પણ નિરુદ્ધ થઈ ગયો હોવાથી સર્વસંવર અવસ્થા છે જે મોક્ષનું અનંતરકારણ હોવાથી યોગ રૂપ છે. તેથી આ અવસ્થાને અયોગયોગને અયોગસમાધિ કહેવાય છે. (૨) અન્યદર્શનકારો પણ આ અવસ્થાને સાવર્થ ભિન્ન ભિન્ન શબ્દોથી નીચે પ્રમાણે ઓળખે છે ધર્મમેઘ - પતંજલષિના અનુયાયીઓ આ અવસ્થાને ધર્મમેઘ નામે ઓળખે છે. અમૃતાત્મા- અમર અવસ્થાનું કારણ અમૃત કહેવાય છે. આત્માની અમર અવસ્થારૂપ મોક્ષનું કારણ હોવાથી અયોગયોગને અમૃતાત્મા કેટલાક કહે છે. ભવશત્રુ અયોગસમાધિ ભવનો – સંસારનો સંપૂર્ણતયા ઉચ્છેદ કરે છે. માટે એ ભવશત્રુ છે. શિવોદય - શિવ = શ્રેષ્ઠ કોટિનું સુખ. એનો ઉદય કરનારી આ અવસ્થા છે. માટે શિવોદય છે. સત્ત્વાનન્દ- સત્ત્વ = જીવ. એનો સંપૂર્ણ આનંદ એસજ્વાનન્દ. ઘાતકર્મોનો ક્ષય થવાથી ૧૩મગુણઠાણે આત્માના અનુપમ સુખનું વદન હોવા છતાં વેદનીયકર્મનો ક્ષય થવાથી પ્રગટનારું અક્ષયસુખમોક્ષમાં પ્રગટે છે. અને તેનું આ કારણ છે, માટે એ સત્ત્વાનન્દ છે. પર - પર=પ્રકૃષ્ટ... આ આત્માની પ્રકૃષ્ટ અવસ્થા છે, માટે પર છે. (૩) પ્રદર્શિતકમે અનાલંબનયોગ, મોહસાગરતરણ, ક્ષપકશ્રેણિની સમાપ્તિ, કેવલજ્ઞાન અને અયોગયોગ... આ ક્રમે છેલ્લે પરમનિર્વાણ પ્રાપ્ત થાય છે. ૨૦] ___ इति महोपाध्याय श्रीकल्याणविजयगणि शिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यपण्डित श्रीनयविजयगणि चरणकमलचञ्चरीकपण्डित श्रीपद्मविजयगणिसहोदरोपाध्याय श्री जसविजयगणिसमर्थितायां विंशिकाप्रकरणव्याख्यायां योगविंशिकाविवरणं सम्पूर्णम्। 2િ70) યોગવિંશિકા...૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290