Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 285
________________ અપુનર્બન્ધક અવસ્થાથી હોય છે. (પણ એનું પ્રધાન અસ્તિત્વ સર્વવિરતિથી જાણવું. એમ અધ્યાત્માદિ યોગનો પ્રારંભ થવા માત્રથી સમ્પ્રજ્ઞાતસમાધિ આવી જાય એવું પણ નથી, કારણકે સામાન્યથી સમાધિ એ ધ્યાન પછીની ભૂમિકા છે. એટલે અધ્યાત્માદિયોગનો તે તે ભૂમિકાને ઉચિત પ્રકર્ષ એ સમ્પ્રજ્ઞાતસમાધિ તરીકે અભિપ્રેત લાગે છે.) એ વખતે તત્ત્વચિન્તન જે થાય છે એના કારણે આત્મપર્યાયોનું તેમજ દીપાદિ અર્થોનું યથાવત્ (અને અન્યાપેક્ષયા) પ્રકર્ષવાળું જ્ઞાન સ્ફુરતું હોવાથી ‘સમ્પ્રજ્ઞાત’ શબ્દ અસંગત પણ રહેતો નથી જ. બાકી સમ્પ્રજ્ઞાત સમાધિને જો માત્ર ક્ષપકશ્રેણિમાં જ માનવામાં આવે (કે એને માત્ર ક્ષપશ્રેણિરૂપ જ માનવમાં આવે) તો યોગબિન્દુની ૪૨૦ મી ગાથામાં સમ્પ્રજ્ઞાતસમાધિના ફળ તરીકે મોક્ષના કારણભૂત ચરમભવની પ્રાપ્તિ, ક્ષપડશ્રેણિની પ્રાપ્તિ વગેરે જે કહ્યું છે તે અસંગત ઠરી જાય એ સ્પષ્ટ છે. આ જ રીતે કેવલજ્ઞાન એ જ અસમ્પ્રજ્ઞાત સમાધિ છે એવું નથી, પણ કેવલજ્ઞાનકાળભાવી જે (વૃત્તિસંક્ષય) યોગ હોય છે તે જ અસમ્પ્રજ્ઞાત સમાધિ છે. એટલે જ અહીં પણ ‘અય એવો ઉલ્લેખ વિધેયલિંગાનુસારી છે’ એવા સમાધાનની જરૂર નથી. ‘“કેવલજ્ઞાન નહીં, પણ તત્કાલીન યોગ જ અસમ્પ્રજ્ઞાતસમાધિ છે’’ એવું સૂચન યોગબિન્દુની અને પ્રસ્તુત યોગવિંશિકાની વૃત્તિના અયગ્રાસમ્પ્રજ્ઞાત: સમાધિવ્રુિધા-સયોગિવતિ(જાત)માવી અયોનિવૃત્તિ(જ્જત)માવી ૨ વગેરે શબ્દો પરથી થાય જ છે. (બધો અભેદ કરીને કેવલજ્ઞાન જ અસમ્પ્રજ્ઞાતસમાધિ તરીકે કહેવાય તો કોઇ વાંધો નથી, એ પણ જાણવું.) अयञ्चासम्प्रज्ञातः समाधिर्द्विधा-सयोगिकेवलिभावी अयोगिकेवलिभावी च । आद्यो मनोवृत्तीनां विकल्पज्ञानरूपाणामत्यन्तोच्छेदात्सम्पद्यते । अन्त्यश्च परिस्पन्दरूपाणाम्। अयञ्च केवलज्ञानस्य फलभूतः । વૃત્તિઅર્થ : અને આ અસંપ્રજ્ઞાતસમાધિ બે પ્રકારે છે – સયોગીકેવલીભાવી અને અયોગીકેવલીભાવી. આમાંનો પ્રથમ વિકલ્પજ્ઞાનરૂપ મનોવૃત્તિઓના અત્યન્ત ઉચ્છેદથી સંપન્ન થાય છે. અને અન્તિમ અસંપ્રજ્ઞાતસમાધિ પરિશ્ચંદરૂપ વૃત્તિઓના અત્યન્ત ઉચ્છેદથી સંપન્ન થાય છે. આ અંતિમ સમાધિ કેવલજ્ઞાનના ફળભૂત છે. વિવેચન : પ્રથમ અસંપ્રજ્ઞાતસમાધિ તેરમે ગુણઠાણે હોય છે. મતિ યોગવિંશિકા...૨૦ 268 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290