Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
નિરાલંબન ધ્યાન છે એમ નિશ્ચિત થયું.
વિવેચન : (૧) સ્વરૂપના સ્વરૂપવાનનો પણ નાશ થાય.. એ ન્યાયે દેવ-મનુષ્યાદિપણું, સુરૂપતા-કુરૂપતા-રાગ-દ્વેષ-અજ્ઞાન.. આ બધું જ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી, એમ નિશ્ચિત થાય છે, કારણકે આ બધાનો નાશ થવા છતાં આત્મદ્રવ્ય તો ઊભું જ રહે છે. તેમ છતાં, હું દેવ... હું મનુષ્ય... હું સુરૂપ... વગેરે વ્યવહાર થાય છે અને તેથી એ બધાનો જીવના સ્વરૂપ તરીકે ઉલ્લેખ થાય છે. એટલે એ વ્યવહારનયસિદ્ધ સ્વરૂપ છે. વળી આ બધું કર્માત્મક ઉપાધિ જન્ય સ્વરૂપ છે. માટે એ પાધિક છે. શુદ્ધનિશ્ચયનય આમાંથી કશાનો આત્માના સ્વરૂપ તરીકે સ્વીકાર કરતોનથી, કારણ કે આ બધું વિનરાવર છે જ્યારે આત્મા અવિનાશી છે. શુદ્ધનિશ્ચયનય તો અનંતકાળ સુધી આત્માની સાથે રહેનાર કેવલજ્ઞાનાદિ સહજ આત્મગુણોને જ આત્માના સ્વરૂપ તરીકે સ્વીકારે છે. સંસારી (છદ્મ0) જીવોમાં આ સ્વરૂપ પ્રકટ ન હોવા છતાં અંદર દબાયેલું તો પળ્યું જ હોય છે, કારણકે એ અનૌપાધિક-સહજ સ્વરૂપ હોવાથી એનો ક્યારેય નાશ થઈ શકે નહીં.) શુદ્ધ નિશ્ચયનય, સંસારીજીવના બાહ્ય વ્યક્તદેવત્વાદિસ્વરૂપને નજરમાં લેતો જ નથી, માત્ર અંદર દબાયેલા આ શુદ્ધ
સ્વરૂપને જ જુએ છે. (જેમ એક્સરે બહારનાં વસ્ત્રો, શરીર, ચામડી, ચામડી પરના ડાઘ વગેરેને ઝીલતો નથી. ને સીધો અંદરના હાડકાં વગેરેની રચનાને જ ઝીલે છે એમ.) અપ્રમત્તમુનિઓ જ્યારે આ શુદ્ધનિશ્ચયનયના ચરમાથી સંસારીજીવને જુએ છે, અર્થાત્ એના વ્યવહારનયસિદ્ધ-પાયિક બાહ્યસ્વરૂપને નજરઅંદાજ કરી એના શુદ્ધ આંતરિક સ્વરૂપને જુએ છે ને એના ધ્યાનમાં તલ્લીન બને છે ત્યારે તેઓનું એ ધ્યાન નિરાલંબનધ્યાન (કે એનો અંશ) જ હોય છે. કારણકે આત્માને (=સંસારીજીવને) પરમાત્માને તુલ્ય હોવા રૂપે જોવો આત્મા અને પરમાત્મા (સિદ્ધાત્મા) આ બન્નેનું શુદ્ધસ્વરૂપ એકસરખું જ છે, એટલે આત્માને = શુદ્ધસ્વરૂપે જોવો એ એને પરમાત્મતુલ્યરૂપે જોવા બરાબર જ છે.] એ જ નિરાલંબનધ્યાનના અંશરૂપ છે.
‘પરમાત્મતુલ્યતયા આત્મજ્ઞાન એ જ નિરાલંબનધ્યાનાંશ છે. આવું જ કારવાળું વિધાન એ સૂચન કરે છે કે સંસારીજીવના શુદ્ધસ્વરૂપનું આલંબન હોય કે સિદ્ધગુણોનું આલંબન હોય. પણ એનાધ્યાનકાળે, પોતે પણ આત્મા હોઈ પોતાનું પણ આવું જ સ્વરૂપ છે એવું પ્રતીત થાય તો જ એ નિરાલંબનધ્યાનનો અંરા છે,
2િ62)
262
યોગવિંશિકા....૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290