Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 282
________________ અવતરણિતાર્થ (નિરાલંબન ધ્યાન સુધી પહોંચ્યા પછી શું થાય છે? એ જણાવવા) હવે નિરાલંબનધ્યાનની જ ફળપરંપરાને કહે છે – ગાથાર્થઃ આ નિરાલંબનધ્યાન પ્રાપ્ત થયે મોહસાગરનું તરણ, શ્રેણિ, અને કેવલજ્ઞાન થાય છે. પછી અયોગનો યોગ થાય છે અને મે કરીને પરમ નિર્વાણ પ્રાપ્ત થાય છે. एयम्मि त्ति । एतस्मिन् = निरालम्बनध्याने लब्धे मोहसागरस्य = दुरन्तरागादिभावसन्तानसमुद्रस्य तरणं भवति। ततश्च श्रेणिः = क्षपकश्रेणिर्नियूँढा भवति, सा ह्यध्यात्मादियोगप्रकर्षगर्भिताशयविशेषरूपा । एष एव सम्प्रज्ञातः समाधिस्तीर्थान्तरीयैर्गीयते। एतदपि सम्यग् = यथावत् प्रकर्षण = सवितर्कनिश्चयात्मकत्वेनात्मपर्यायाणामर्थानां च द्वि(द्वी)पादीनामिह ज्ञायमानत्वादर्थतो नानुपपन्नम्। વૃત્તિઅર્થ: આ = નિરાલંબનધ્યાન પ્રાપ્ત થયે મોહસાગરનું = દુરંત રાગાદિભાવોની પરંપરા રૂપસમુદ્રનું તરણ થાય છે. પછી શ્રેણિ = ક્ષપકશ્રેણિ નિર્બુદ્રા થાય છે. તે શ્રેણિ અધ્યાત્મ વગેરે યોગના પ્રકર્ષથી ગર્ભિત એક વિશેષ પ્રકારના આશયરૂપ છે. આ જ સંપ્રજ્ઞાત સમાધિ તરીકે અન્યદર્શનકારો વડે કહેવાય છે. એ વાત પણ અસંગત નથી. કારણકે સમ્યગ = યથાવત્ સવિકલ્પ નિશ્ચયાત્મત્વરૂપ પ્રકર્ષથી આત્મપર્યાયો અને ત્રીપ વગેરે અર્થો અહીં જ્ઞાયમાન હોવાથી અર્થથી એ અસંગત નથી. વિવેચનઃ આઠમાં ગુણઠાણાથી સામર્થ્યયોગ અને નિરાલંબનધ્યાન પ્રવર્તે છે. એના દ્વારા મોહનો ક્ષય કરતાં કરતાં દશમા ગુણઠાણાને અંતે મોહનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. એટલે કે દુરંત રાગાદિભાવોની પરંપરારૂપ મોહસમુદ્રને જીવ તરી જાય છે. ત્યાર પછી બારમાં ગુણઠાણાને અંતે ક્ષપકશ્રેણિ નિબૂઢા = વહન કરાઈ ગયેલી થાય છે = સમાપ્ત થાય છે. આ ક્ષપકશ્રેણિ એ પણ ચિત્તની અવસ્થાવિશેષ રૂપ હોવાથી આશયવિશેષરૂપ છે. અને અધ્યાત્મ, ભાવના વગેરે યોગો જે અત્યારસુધી પ્રકર્ષવાળા નહોતા, તે શ્રેણિમાં પ્રકર્ષવાળા બને છે. એટલે ક્ષપકશ્રેણિ અધ્યાત્મવગેરેના પ્રકર્ષથી ગર્ભિત = યુક્ત એક ચોક્કસ પ્રકારના આશયસ્વરૂપ છે એ જાણવું. આ ક્ષપકશ્રેણિ જ અન્યદર્શનકારો વડે ‘સંપ્રજ્ઞાતસમાધિ તરીકે કહેવાય છે. [ નિરાલંબનધ્યાન ફળપરંપરા (265) 265 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290