Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ અન્યથા નહીં... (૨) સંસારીજીવના (અપ્રમત્તમુનિ પોતે પણ સંસારી હોવાથી પોતાના પણ) બાહ્ય ઔપાધિક સ્વરૂપને ગૌણ કરી શુદ્ધસ્વરૂપનું વિભાવન કરતી વેળા નિરાલંબનધ્યાન હોય છે, એવું માનવામાં બીજો હેતુ છે - તવ રમોદના ઋત્વાત્... આશય એ છે કે સંપૂર્ણ મોહનાશ કરી વીતરાગતાની ભેટ ધરનાર સામર્થ્યયોગ જેમ નિરાલંબન ધ્યાનરૂપ છે, અર્થાત્ અનાલંબનયોગથી જ જેમ સંપૂર્ણમોહનાશ છે, એમ, સામર્થ્યયોગની ભૂમિકા સર્જી આપે (=ક્ષપદ્મણિ સુધી પહોંચાડી આપે) એવો વિશિષ્ટ પ્રકારનો મોહનાશ પણ નિરાલંબનધ્યાનથી જ શક્ય છે. એટલે અપ્રમત્તમુનિ પરમાત્માની તુલ્યરૂપે આત્મજ્ઞાન જે કરે છે એ જો વિશેષ પ્રકારે મોહનાશ કરી ક્ષપકશ્રેણિનું સામર્થ્ય પ્રગટાવનાર છે તો એને નિરાલંબનધ્યાન રૂપે કહેવું જ પડે. પ્રશ્ન : પણ પરમાત્મતુલ્યતયા આત્મજ્ઞાન એ મોહનાશક છે ખરું? કે જેથી એને આ રીતે નિરાલંબનધ્યાનરૂપે કહેવું આવશ્યક બને? ઉત્તર: હા, એ મોહનો વિલય કરનાર છે એમ પ્રવચનસારમાં કહ્યું જ છે. ત્યાં કહ્યું છે કે “જે શ્રી અરિતોને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે જાણે છે તે આત્માને જાણે છે - અર્થાત્ શ્રી અરિહંતનું દ્રવ્યાદિને આથીને જે જ્ઞાન છે એ જ આત્માનું જ્ઞાન છે (અર્થાત્ બન્ને તુલ્ય છે). આ રીતે જ્ઞાન કરનારનો મોહ ખરેખર વિલય પામે છે.” એટલે, શુદ્ધનિશ્ચયનયપરિકલ્પિત સહજ આત્મગુણના વિભાવનકાળે પરમાત્મતુલ્યતયા થતું આત્મજ્ઞાન એ મોહનાશક હોવાથી* નિરાલંબનધ્યાન રૂપ છે એ સિદ્ધ થયું... માટે એ વખતે નિરાલંબન ધ્યાન માનવું જ પડે, એનો નિષેધન થઈ શકે, એ સિદ્ધ થયું. *આમ તચૈવ મોદના વંતુ એ નિરાલંબનધ્યાનની વિદ્યમાનતાનો જ (બીજો) હેતુ છે એ જાણવું, અને તેથી - ત્યાં પ્રશ્ન થાય કે પરમાત્માનું ધ્યાન પણ નિરાલંબનધ્યાન કેમ નહી ? તેથી કહે છે કે- આવી અવતરણિકા કરી તવૈવ વ મનાશઋત્વતિ ને પરમાત્મધ્યાન પણ નિરાલંબનધ્યાનરૂપ નથી, કિન્તુ પરમાત્મતુલ્યતયા આત્મજ્ઞાન એ જ નિરાલંબનધ્યાન છે આવું સિદ્ધ કરવા માટે હેતુ તરીકે વૃત્તિકારે રજૂ કરેલો છે એવું વિવેચન કરવું એ અજ્ઞાનનો વિલાસ જાણવો, કારણ કે તવ ... માં રહેલો હેતુ તરીકે આવેલા પરમાત્મતત્યતયાSSત્મજ્ઞાનચૈવ નિસ્તિત્વનેધ્યાનાશવંતુ આ હેતુનો સમુચ્ચય કરે છે. એટલે પરમાત્મ07તથી... આ હેતુ જો નિરાલંબનધ્યાનની દુરપદ્વવતાનો (વિદ્યમાનતાનો) હેતુ છે તો તચૈવ ૨ મોદનારઋત્વર્િ પણ એ દુરપદ્વવતાનો જ હેતુ બની શકે, અન્યનો નહીં. આત્મજ્ઞાનમાં મોહનાશકતા 2િ633 263 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290