Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 277
________________ અભિમુખ હોય છે. વળી એ લક્ષ્યવેધને અવિસંવાદી છે, અર્થાત્ લક્ષ્યવેધ કરીને જ રહે છે, ક્યારેય નિષ્ફળ જતો નથી. માટે સામર્થ્યયોગના અહીં પરતત્ત્વલક્ષ્યવેધાભિમુખ અને તદવિસંવાદી એવા બે વિશેષણ મૂક્યા છે. સામર્થ્યયોગ આવો હોય છે ને માટે એ જ તત્ત્વથી (=નિરુપચરિતપણે) અનાલંબનયોગ છે. અપ્રમત્ત જિનકલ્પિકાદિનું પરમાત્મગુણધ્યાન તુરંતમાં પરતત્ત્વલક્ષ્યવેધ કરનારું ન હોવાથી તેને અભિમુખ પણ હોતું નથી કે એ પરતત્ત્વલક્ષ્યવેધ કરવામાં નિષ્ફળ ન જ જાય એવું અવિસંવાદી જ હોવાનો નિયમ પણ નથી. માટે એ તત્ત્વતઃ અનાલંબનયોગ નથી. (૨) તેમ છતાં, જિનકલ્પિકાઠિ મહાત્માઓ જે પરમાત્મગુણધ્યાન કરે છે તે પરતત્ત્વલક્ષ્યવેધની ભૂમિકા પેદા કરનાર પરિણતિરૂપ હોય છે. અર્થાત્ આ પરમાત્મગુણધ્યાન પરતત્ત્વદર્શનને અનુકૂળ છે - પરતત્ત્વદર્શન તરફ આગળ લઈ જનાર છે, માટે ઉપચારથી એને અનાલંબનયોગ કહેવાય છે. - (૩) જિનકલ્પિકાદિ અપ્રમત્ત મહાત્માના પ્રભુગુણધ્યાનને ઉપચારથી ‘અનાલંબનયોગ’ તરીકે જે કહેવો છે તેમાં બે હેતુ દર્શાવ્યા છે. (1) મુલ્યનિરાલમ્બનપ્રાપāાર્... સામર્થ્યયોગરૂપ જે મુખ્ય (=નિરુપચારિત) નિરાલંબનયોગ છે તેને પ્રાપ્ત કરાવનાર હોવાથી એને નિરાલંબનયોગ કહેલ છે. (2) પધ્યેયાારપરિણતિરાત્તિયોન્ન અનાલંબનયોગ એ, અરૂપીપરમાત્મા સ્વરૂપ આલંબનના કેવલજ્ઞાનાદિગુણોની સમાપત્તિ = એકાકારપરિણતિ સ્વરૂપ છે એમ પૂર્વે કહેલું છે. આત્માનું શુદ્ધસ્વરૂપ = આ કેવલજ્ઞાનાદિગુણો એ નિરાલંબનધ્યાનનું ધ્યેય છે. તેની સાથે એકાકારપરિણતિ એ નિરાલંબનધ્યાન છે. એક સમાન-એજ. અર્થાત્ અનાલંબનયોગમાં જે ધ્યેયાકારની પરિણતિ છે તે જ અલબત જિનકલ્પિકાદિના પ્રભુગુણધ્યાનમાં નથી, છતાં એ પરિણતિની શક્તિ = યોગ્યતા તો એ ધ્યાનમાં છે જ. માટે પણ એને ઉપચારથી અનાલંબનયોગ કહેવાય છે. (૪) આમ, ક્ષપશ્રેણિપૂર્વનું પ્રભુગુણધ્યાન પણ નિરાલંબનયોગ સ્વરૂપ છે. એટલે જ, પિંડસ્થ, પઠસ્થ અને રૂપાતીત (=રૂપસ્થ) આ ત્રણ ભાવનાઓમાંથી ત્રીજી રૂપાતીત અવસ્થાનું પ્રણિધાન કરવામાં આવે છે ત્યારે.... અર્થાત્ સિદ્ધભગવંતોના કેવલજ્ઞાનાદિગુણોનું ધ્યાન ધરવામાં આવે છે ત્યારે શુક્લધ્યાનાંશ હોય છે. આશય એ છે કે અપ્રમત્તમુનિઓ જ્યારે રૂપાતીત એવી સિદ્ધાવસ્થાનું ધ્યાન 260 યોગવિંશિકા... .૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290