Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 276
________________ રાગજન્ય નહીં. એટલે અપ્રમત્ત મુનિઓને ઉચિત અસંગભાવ પણ વિદ્યમાન છે. આ બધા વિશેષણો, આવા જિનકલ્પિકાદિ મહાત્માઓની અસંગઅનુષ્ઠાનઅનાલંબનયોગને ઉચિત બધી ભૂમિકા છે એ સૂચવવા દ્વારા અનાલંબન યોગની હેતુગ્રાહ્ય વિદ્યમાનતા જે જણાવે છે, તે અસંગત બની જશે - આવો શંકાકારનો અભિપ્રાય છે. તપ્રષિમતાન્... આવું જે જિનકલ્પિકાદિનું વિશેષણ કહ્યું છે તે તેઓને નિરાલંબનધ્યાન હોવાનું કથન અસંગત કેમ બને છે? એનું કારણ દર્શાવે છે. ક્ષપદ્મણિ પ્રાપ્ત નથી થઈ અને તેથી સામર્થ્યયોગ પ્રાપ્ત થયો નથી. તો આ અપ્રાપ્તિવાળા જિનકલ્પિકાદિને સામર્થ્યયોગાત્મક નિરાલંબનધ્યાન હોવું અસંગત કરે જ. मैवं, यद्यपि तत्त्वतः 'परतत्त्वलक्ष्यवेधाभिमुखस्तदविसंवादी सामर्थ्ययोग एव निरालम्बनस्तथापि परतत्त्वलक्ष्यवेधप्रगुणतापरिणतिमात्रादर्वाक्तनं परमात्मगुणध्यानमपि मुख्यनिरालम्बनप्रापकत्वादेकध्येयाकारपरिणतिशक्तियोगाच्च निरालम्बनमेव । अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालम्बनोऽनुभवसिद्ध एव। વૃત્તિઅર્થ: સમાધાન આવી શંકા કરવી નહીં, કારણ કે.. જો કે પરતત્ત્વનાલફ્ટવેધને અભિમુખ અને તેને (લક્ષ્યવેધને) અવિસંવાદી એવો સામર્થ્યયોગ જ તત્ત્વતઃ નિરાલંબનયોગ છે. તો પણ પરતત્ત્વના લક્ષ્યવેધની પ્રગુણતા પરિણતિમાત્રના કારણે પૂર્વનું પરમાત્મગુણધ્યાન પણ મુખ્યનિરાલબધ્યાનનું પ્રાપક હોવાથી અને એક ધ્યેયાકાર પરિણતિશક્તિનો યોગ હોવાથી નિરાલંબન' જ છે. એટલે જ અવસ્થાત્રિકની ભાવનામાં રૂપાતીત-સિદ્ધગુણોના પ્રણિધાન કાળે અપ્રમત્તજીવોને શુક્લધ્યાનના અંાભૂત નિરાલંબનયોગ અનુભવસિદ્ધ હોય જ છે. વિવેચનઃ સામર્થ્યયોગ એ જ નિરાલંબનયોગ છે એ વાત સાચી જ છે ને છતાં તેની અપ્રાપ્તિવાળા અપ્રમત્ત જિનકલ્પિકાદિને નિરાલંબનયોગ હોવો જે કહ્યો છે તે પણ સંગત છે, કારણકે એ ઉપચારથી કહ્યો છે. આ પ્રમાણે ગ્રન્થકાર શંકાકારની શંકાનું સમાધાન કરે છે. (૧) પરતત્ત્વ એ લક્ષ્ય છે. એનું દર્શન એ વેધ છે. સામર્થ્યયોગ આવેધને ( ઉપચરિત અનાલંબનયોગ 2િ59) 259 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290