Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 266
________________ અર્થ સમાન થઈ જાય છે એ જાણવું. અને જ્યારે આવો અર્થ કરીએ ત્યારે, સામર્થ્યયોગ આમાંની નિસંગ-અનવરતપ્રવૃત્તિ કરાવે છે એવો અર્થ જાણવો. (૫) જ્યાં સુધી પરતત્ત્વનું અદર્શન છે ત્યાં સુધી અનાલંબનયોગ જાણવો. પરતત્ત્વનું દર્શન થવા પર દિદક્ષા રહેતી નથી... માટે અનાલંબનયોગ રહેતો નથી. ____तत्र-परतत्त्वे द्रष्टुमिच्छा दिदृक्षा इति=एवंस्वरूपा असङ्गशक्त्या = 'निरभिष्वङ्गाविच्छिन्नप्रवृत्त्या आढ्या = पूर्णा सा = परमात्मदर्शनेच्छा अनालम्बनयोगः, परतत्त्वस्यादर्शनं = अनुपलम्भं यावत्, परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेनानालम्बनयोगो न भवति, तस्य तदालम्बनत्वात्। - વૃત્તિઅર્થ - ત્ર=પરતત્ત્વને જોવાની ઇચ્છા એ દિદક્ષા છે. જે દિક્ષા આવા સ્વરૂપવાળી હોય અર્થાત્ જે નિરભિમ્પંગ અવિચ્છિન્નપ્રવૃત્તિરૂપ અસંગશક્તિથી આચા=પૂર્ણ ભરેલી હોય તેવી પરમાત્માના દર્શનની ઇચ્છા એ અનાલમ્બનયોગ છે. (આ અનાલંબનયોગ) પરતત્ત્વનું જ્યાં સુધી અદર્શન હોય – (=અનુપલંભ હોય) (ત્યાં સુધી હોય છે.) કેવલજ્ઞાનથી પરમાત્માના સ્વરૂપનું દર્શન થયા પછી અનાલમ્બન યોગ હોતો નથી. કારણકે તે (=અનાલંબન યોગ) તદ્દ (પરમાત્મદર્શનરૂપ) આલંબન (વિષય) વાળો છે. વિવેચનઃ ષોડશકની આ ગાથાનો લગભગ અર્થ આગળ આવી ગયો છે. (૧) રાગજન્યપ્રવૃત્તિ સ્વજન્યત્વસમ્બન્ધથી રાગયુક્ત (સાભિધ્વંગ) હોય છે. રાગાજન્ય એવી પ્રસ્તુત પ્રવૃત્તિતો આવા સમ્બન્ધથી રાગયુક્ત ન હોવાથી રાગરહિતા ( નિરભિન્કંગ) છે. વળી, જીવ આ અવસ્થામાં સતત પરમાત્મદર્શન તરફ આગળ વધી રહ્યો છે, વચ્ચે વિશ્રામકે પીછેહઠ હોતી નથી. માટે આ પ્રવૃત્તિ અવિચ્છિન્ના હોય છે. આવી નિરભિમ્બંગ અવિચ્છિન્નપ્રવૃત્તિ જ અહીં શક્તિ તરીકે અભિપ્રેત છે. આવી શક્તિથીયુક્ત દિદક્ષા એ અનાલંબનયોગ છે. (૨) અનાલંબનયોગ પરમાત્મસ્વરૂપદર્શનની ઇચ્છારૂપ છે. તેથી પરમાત્મસ્વરૂપ દર્શન એ આ ઇચ્છાનો વિષય હોવાથી એનું આલંબન કહેવાય છે. જેની ઇચ્છા હોય એ વિષય સમ્પન્ન થઈ જવા પર ઇચ્છા ખસી જાય છે. કેવલજ્ઞાનથી પરમાત્મ સ્વરૂપદર્શન થાય એ જ પ્રસ્તુતમાં ઇચ્છાનો વિષય હોવાથી હવે તષિયક(કતદાલમ્બન = તછે આલંબન જેનું એવી) ઇચ્છારૂપ દિદક્ષાત્મક અનાલમ્બનયોગ રહેતો નથી. [આગળ રૂતીષપાત૫: સાતસ્વન: ઇષપાત દકાન્ત) 2િ49) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290