Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 272
________________ અને તેથી સાલબનયોગ પણ હોતો નથી. આશય એ છે કે ક્ષપકશ્રેણિમાં દ્વિતીય અપૂર્વકરણકાળે-સામર્થ્યયોગ વખતે આસંગ ન હોવા છતાં પરતત્ત્વની દિદક્ષા ( પરતત્ત્વના દર્શનાત્મક જ્ઞાનની આકાંક્ષા) હોય છે અને તેથી એ દર્શનને અનુકૂળ એવો વિશિષ્ટતરયોગ પ્રયત્ન હોય છે. પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ, હજુ જે પ્રાપ્તવ્ય છે તે મોક્ષની પણ આવી દિક્ષા-જ્ઞાનાકાંક્ષા હોતી નથી, કારણકે કેવલજ્ઞાન દ્વારા એનો સાક્ષાત્કાર થઈ જ ગયો છે. એટલે ક્ષપકશ્રેણીમાં પરતત્ત્વ જેમ જ્ઞાનાકાંક્ષાનો વિષય હોવાથી ધ્યાનના ઇષદાલંબનરૂપે પણ આલંબન બનતું હતું તેમ હવે મોક્ષ ઇષદાલંબનરૂપે પણ ધ્યાનનું આલંબન બનતો નથી. તેથી એ ધ્યાનનો અનાલંબન છે. અને તેથી જ, ક્ષપકશ્રેણિ જેવો વિશિષ્ટતર યોગપ્રયત્ન હોતો નથી. પ્રત્યક્ષ થઈ ગયેલી વસ્તુનું ધ્યાન દ્વારા દર્શન કરવાનો પ્રશ્ન જ ન રહેવાથી ધ્યાનરૂપ પ્રયત્ન પણ હોય નહીં જ. (માટે યોગોના સુદઢ પ્રયત્નપૂર્વકના વ્યાપારણ રૂપ ધ્યાન હોતું નથી.) વળી યોગનિરોધનો પ્રયત્ન તો આવરણ પછી હોય છે. એટલે યોગનિરોધાત્મક ધ્યાન પણ આ કાળમાં હોતું નથી. કાય વગેરે યોગની અત્યન્ત નિયત્રિત પરિણતિ કે નિરોધવાળી પરિણતિ. ધ્યાન આ બેમાંથી એક પરિણતિ રૂપ જ હોય છેતેથી કેવલીને આવકરણ પૂર્વે આ બેમાંથી એક પણ પરિણતિ ન હોવાના કારણે ધ્યાન હોતું નથી, અર્થાત્ સાલબનયોગ પણ હોતો નથી. ધ્યાન એ યોગની આ બેમાંથી અન્યતર પરિણતિરૂપ જ છે એ વાત મહાભાષ્યકાર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે કરી છે – ચંચળતાના કારણે. (શાસ્ત્રોમાં આપેલા માર્ગદર્શનથી જરા પણ) આદું- પાછું ન થાય એવી કાળજીવાળો પ્રયત્ન એ સુદઢપ્રયત્ન મન, વચન અને કાયા એ અહીં કરણો તરીકે અભિપ્રેત છે. આ કારણોનો ઉક્ત સુદઢપ્રયત્નપૂર્વક વ્યાપાર (ટૂંકમાં – મન-વચન-કાયાને અત્યન્ત જિનવચનાનુસાર પ્રવર્તાવવા) એ ધ્યાન છે. એમ, વિદ્યમાનકરણોનો વિરોધ કરવો (યોગનિરોધ) એ પણ ધ્યાન છે. માત્ર ચિત્તનિરોધ એ જ ધ્યાન છે એવું નથી. स्यादेतद्- यदि क्षपकश्रेणिद्वितीयापूर्वकरणभावी सामर्थ्ययोग एवानालम्बनयोगो ग्रन्थकृताऽभिहितः तदा तदप्राप्तिमतामप्रमत्त गुणस्थानानामुपरतसकलविकल्पकल्लोलमालानां चिन्मात्रप्रतिबन्धोपलब्धरत्नत्रयसाम्राज्यानां जिनकल्पिकादीनामपि निरालम्बनध्यानमसङ्गताभिधानं स्यादिति। ધ્યાન સ્વરૂપો 255) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290