Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 263
________________ => ક્ષમા વગેરે ધર્મના સંન્યાસરૂપ છે એવા સામર્થ્યયોગથી જે સંગ (=આસક્તિ-રાગ) વિનાની નિરંતર પ્રવર્તેલી પરતત્ત્વદર્શનની ઇચ્છા, તસ્વરૂપ જાણવો. ષોડશજીમાં કહ્યું છે કે – સામર્થ્ય યોગથી થયેલી અને અસંગરશક્તિથી ભરેલી એવી જે તેને પરતત્ત્વને જોવાની ઇચ્છા, તેનું = પરતત્ત્વનું "જ્યાં સુધી અદર્શન હોય ત્યાં સુધી એ ઇચ્છા અનાલમ્બનયોગ કહેવાયેલ છે. (શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં સામર્થ્યયોગનું આવું સ્વરૂપ કહ્યું છે -) જેના ઉપાય શાસ્ત્રમાં સન્દર્શિત છે, જે શક્તિની પ્રબળતાના કારણે વિશેષરૂપે શાસ્ત્રના વિષયથી અતીત છે, તે આ સામર્થ્ય નામનો યોગ ઉત્તમ છે- એટલે કે સર્વયોગોમાં પ્રધાન છે. વિવેચન : (૧) અહીં સામર્થ્યયોગનું ત્રણ રીતે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. (1) એનું પ્રબળશક્તિમત્ત્વ, વર્ણનાતીતત્વ, ઉત્તમયોગત્વ વગેરે સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લોક દ્વારા દર્શાવાયું છે. (2) એનું ક્યારે અવસ્થાન હોય છે ? ક્ષપશ્રેણિમાં જે બીજું અપૂર્વકરણ થાય છે ત્યારે સામર્થ્યયોગ અસ્તિત્વમાં આવે છે એ કહીને જણાવ્યું. તથા (3) ક્ષાયોપરામિક એવા ક્ષમાદિ ધર્મોનો ત્યાગ એ સામર્થ્યયોગનું કાર્ય છે. એટલે કાર્યવિધયા આ સામર્થ્યયોગનું સ્વરૂપ દર્શાવ્યું. (૨) શ્રી યોગદષ્ટિસમુચ્ચયના શ્લોકનો રહસ્યાર્થ આ છે – સામાન્યથી શાસ્ત્રો ફળપ્રાપ્તિ પર્યન્ત બધું દિગ્દર્શન કરાવતા હોય છે. એટલે મોક્ષાત્મક ફળ સુધી પહોંચવામાં વચ્ચે આવશ્યક સામર્થ્યયોગનું તથા એના ઉપાયનું શાસ્ત્રમાં દિગ્દર્શન તો મળેજ. માટે શાસ્ત્રસન્દર્શિતોપાયઃ એવું વિશેષણ મૂક્યું છે. શાસ્ત્રથી એનો સામાન્ય રીતે ઉપાય દર્શાવવામાં આવ્યો છે. પણ સામર્થ્યયોગ એટલા પ્રબળ સામર્થ્યવાળો હોય છે કે જેથી એ સામર્થ્ય વિશેષરૂપે શબ્દાતીત હોવાથી સામર્થ્યયોગ પણ શબ્દાતીત હોય છે. એટલે કે એ વિશેષરૂપે શાસ્ત્રાતિકાન્તગોચર છે. સામર્થ્યયોગ અવસ્થ્ય હોવાથી તથા તૂર્ત ફળપ્રાપક હોવાથી અન્યયોગો કરતાં ‘પ્રધાન’ છે. ને તેથી ઉત્તમ છે. (૩) ક્ષાયિકગુણ અને ક્ષાયોપરામિક ગુણ... આ બે સાથે રહી શકે નહીં. તેથી ક્ષાયિક ગુણ પામવા પૂર્વે ક્ષાયોપશમિક ક્ષમા વગેરે ધર્મોનો ત્યાગ આવશ્યક બને છે. એ સામર્થ્યયોગથી થાય છે. વળી આ સામર્થ્યયોગ જ અસંગશસ્ત્યાઢા = નિરભિષ્યંગ એવી અનવરત પ્રવૃત્તિથી જે પરિપૂર્ણા હોય એવી પરતત્ત્વદર્શનની ઇચ્છાને પ્રવર્તાવે છે. 246 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા...૧૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290