Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 258
________________ આલંબન છે) તેના ગુણો.... વગેરે અર્થ જાણવો. (૨) અરૂપી પરમાત્મા એટલે સિદ્ધાત્મા. એમના ગુણો એટલે કેવલજ્ઞાન વગેરે ગુણો. આ ગુણોની સમાપત્તિસ્વરૂપ પરિણતિથી અનાલંબનયોગ સંપન્ન થયો છે એવો નિર્ણય થાય છે. સાધક, પરમાત્માનું શરીર–પરમાત્માનું રૂપ-પરમાત્માના પ્રાતિહાર્ય... આ બધાનું ધ્યાન ધરતાં ધરતાં આગળ વધે છે એટલે કેવલજ્ઞાનાદિ ગુણોની પણ કલ્પનામાં ચડે છે. એમાં શાસ્ત્રકારા કેવલજ્ઞાનનું જેવું વર્ણન જાણ્યું હોય એને અનુસરીને એનું ચિંતન ચાલે છે. એમાં એકાગ્ર થઈ જાય તો પણ એટલા માત્રથી ‘સમાપત્તિ થતી નથી સમાપ્તિસ્તવેતા... એક્તા પરિણતિ ઊભી થાય ત્યારે સમાપત્તિ થાય છે. જેમ મલિનતાવાળા મણિમાં પ્રતિબિંબ ઉપસતું નથી... એમ વૃત્તિઓથી મલિન આત્મામાં સમાપત્તિ થઈ શકતી નથી. વૃત્તિઓ ક્ષીણ થવાથી નિર્મળ થયેલા અન્તરાત્મામાં જ કેવલજ્ઞાનાદિગુણોની સમાપત્તિસ્વરૂપ પરિણતિ થાય છે. એટલે રાગ-દ્વેષનો ખૂબ જ દ્વાસ કરી ચૂકેલા જિનકલ્પિક વગેરે મહાત્માઓને જ આવી પરિણતિસ્વરૂપ આ અનાલંબનયોગ હોય છે એ જાણવું (૩) આના વિષયભૂત કેવલજ્ઞાનાદિગુણો અતીન્દ્રિય હોવાથી આ યોગને સૂક્ષ્મ કહ્યો છે. સમવસરણસ્થ જિન, તેમની પ્રતિમા... વગેરે, ઇન્દ્રિયના વિષયભૂત હોવાથી સ્પષ્ટવિષયવાળા છે. જ્યારે કેવલજ્ઞાનાદિ તો ઇન્દ્રિયના વિષયભૂત નથી. માટે અનાલંબનયોગને સૂક્ષ્મકહ્યો છે. જેમઇન્દ્રિયના વિષયનબનનારા પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ કહેવાય છે, તેમ.) (૪) હવે, આ પાંચમા યોગને ‘અનાલંબન' શા માટે કહ્યો છે એનું કારણ બતાવે છે – જેમ યવાગૂમાં (જવનું પાણી કે રાબમાં) બહુ જ અલ્પ લવણ નાખ્યું હોય તો, એનો લવણ વિનાની યવાગ રૂપે ઉલ્લેખ થાય છે. (જેમ અત્યન્ત અલ્પધનવાળાને નિર્ધન કહેવાય છે). અર્થાત્ અત્યન્તઅલ્પમાત્રામાં હોય તેનો છે જ નહીં એવું જણાવનાર-અભાવવાચક નથી ઉલ્લેખ કરવો અવિરુદ્ધ છે. તેમ પ્રસ્તુતમાં પણ, ‘અનાલંબન' શબ્દમાં જે ન વપરાયો છે તે વિરુદ્ધ નથી. આશય એ છે કે રૂપી પદાર્થ ધ્યાનનો સ્પષ્ટ વિષય બને છે. એનું આલંબન લઈને ધ્યાન ધરવું સરળ બને છે. એટલે કે ધ્યાન માટે એ પ્રબળ આલંબનભૂત બને છે. પણ અરૂપી પદાર્થ એવા પ્રબળ આલંબનભૂત બનતા નથી. એનું આલંબન લેવા યિોગની અનાલંબનતા) 2િ41 241 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290