________________
પ્રકાશકનું નિવેદન શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળને શ્રી વીતરાગસ્તવ જનસમુદાયની સન્મુખ રજુ કરતાં ખૂબ આનંદ થાય છે. કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીની આ અદ્ભુત કૃતિ છે. મૂળ સંસ્કૃત ભાષાના લેકમાં વીતરાગ ભગવંતની પરમ સ્તુતિ તે મહત્ પુરુષે રચી છે. આ સ્તોત્રની ખાસ વિશિષ્ટતા એ છે કે જૈન ધર્મને ઉદ્ધાર કરનાર શ્રી કુમારપાળ મહારાજાને માટે શ્રી હેમચંદ્રાચાર્યે રચના કરી છે, અને તેને નિરંતર પાઠ તેઓશ્રી કરતા હતા. એવા આ સ્તંત્રને ગુજરાતી સરળ ભાષામાં ગદ્ય-પદ્યાનુવાદ કરી તે પર તલસ્પર્શી સુંદર વિવેચન લખી મુંબઈનિવાસી ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ મહા ઉપકાર કર્યો છે.
ડો. ભગવાનદાસ અધ્યાત્મલક્ષી જ્ઞાનોપાસક, જ્ઞાનદાનની વૃત્તિવાળા અને જીવનને ઉલ્લાસ તે શ્રેયકાર્યમાં માનનારા પ્રખર અભ્યાસી પુરુષ છે. અત્યાર સુધીમાં તેઓશ્રીએ નીચે પ્રમાણેનાં ગ્રંથ લખ્યા ને પ્રગટ કર્યા છે—ગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથ (મહાટીકા),
ગદષ્ટિકળશકાવ્ય, લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથ, પ્રજ્ઞાવધ મેક્ષમાળા,શ્રીમદ્ રાજચંદ્રજીની સૂચિત સંકલનાનુસાર, આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા, ઈત્યાદિ. તેમજ તેઓશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org