Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 118
________________ કથાઓ ૯૧ શ્રી પ્રવચન પદ વિષે જિનદત્ત તથા હરિપ્રભાની કથા આ ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં સમક્તિધારી પુણ્યાત્મા જિનદાસ વ્યવહારી વસતો હતો. તેને શીલસંપન્ન પતિવ્રતા જિનદાસી નામે પ્રિયા હતી. તેને રૂપવાન, વિનયી, વિવેક, યુવાન જિનદત્ત નામે પુત્ર હતો. તેને ચંદ્રાતપ નામના વિદ્યાધરના સ્વામી સાથે મૈત્રી હતી. વિદ્યાધરે જિનદત્તને બહુરૂપિણી નામની વિદ્યા આપી હતી. બન્ને મિત્રો એક દિવસ ઉદ્યાનમાં ક્રીડા કરતાં હતાં. ત્યાં એક પુરુષ ચંપાનગરીના ધનાવહ શ્રેષ્ઠીની રૂપ અને ગુણમાં સર્વોત્તમ એવી હરિપ્રભા નામની કન્યાનું ચિત્રપટ લઈને આવ્યો. સાક્ષાત્ રતિ અને સરસ્વતી સમાન કન્યાનું તે ચિત્રપટ જિનદત્તે એક લક્ષ દ્રવ્યના મૂલ્યવાળો મણિરત્નજડિત કંદોરો આપી ખરીદી લીધું. ચિત્રથી મોહિત થયેલો તે ખાવુ પીવુ સર્વ ભૂલીને તે ચિત્રમાં જ ખોવાયેલો રહેવા લાગ્યો. દ્રવ્યના વ્યર્થ વ્યય માટે પિતાના ઉપાલંભને સહન ન કરી શકવાથી તે રાત્રે ગુપચુપ ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. વિદેશ જઈ પુષ્કળ દ્રવ્ય કમાઈને જ ગૃહપ્રવેશ કરીશ' આવો સંકલ્પ કર્યો. ચાલતાં ચાલતાં અનુક્રમે ચંપાપુરીમાં ધનાવહ સાર્થવાહને ઘેર જઈ પહોંચ્યો સાર્થવાહે રાત્રિએ સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. તે ઉપરથી નવિન અતિથિનો અત્યંત હર્ષપૂર્વક આદર સત્કાર કર્યો. પોતાના ગુણોથી તે સર્વને પ્રિય થઈ પડયો. પોતાના ગુણોથી સાર્થવાહના ચિત્તને આકર્ષી તેને જિનધર્મનો અનુરાગી બનાવ્યો. તેના ગુણ-કુળ જાણીને સાર્થવાહે તેની સાથે પોતાની હરિપ્રભા કન્યા પરણાવી. દાયજામાં અઢળક લક્ષ્મી, નોકર ચાકર, થં; પાલખી, અમૂલ્ય એકાવલી હાર આપી વિદાય કર્યા. રસ્તામાં ચારણમુનિ મળ્યાં. વિનયપૂર્વક વંદના કરી દેશના સાંભળી ! ‘અહો ભવ્ય જનો ! અનાદિ અને દુઃખથી ભરપૂર એવા સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીને ધર્મ સિવાય કોઈ પણ આલંબન નથી. ધર્મથી જ સુખ, વૈભવ અને અનંત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. તે ધર્મ શ્રી જિનેશ્વરે પ્રરૂપ્યો છે. તીર્થંકર પદની પ્રાપ્તિના હેતુરૂપ અરિહંતાદિ વીશસ્થાનકનું આરાધન કરવા યોગ્ય છે. તેમાં પણ ત્રીજા પદમાં શ્રી સંઘની ભક્તિ ભાવપૂર્વક કરવી તે અતિ ઉત્તમ છે. જેને તીર્થંકરો પણ દેશના સમયે

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166