Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 149
________________ ૧૨૨ શ્રી વીશસ્થાનક ૫ પ્રવૃત્તિ સુખને માટે હોય છે. પરંતુ તે સુખ ધર્મ વિના મળતું નથી અને તે ધર્મ પણ આરંભોને વર્જવાથી થાય છે. સારાંશ કે – સુખાર્થી પુરુષોએ ધર્મમાં તત્પર થવું.' આ સાંભળી કનકકેતુ સંવેગ પામ્યો. અને ચિંતવવા લાગ્યો કે “જો મારો વ્યાધિ શાંત થશે તો અનેક આરંભ અને પાપથી ભરેલા આ રાજ્યતંત્રને ત્યજી પ્રભાતમાં જ હું શાશ્વત સુખને આપનાર પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.” આવા શુભવિચાર માત્રથી રાજાનો વ્યાધિ ઉપશમ પામ્યો. તેને સુખપૂર્વક નિદ્રા આવી. પ્રભાતે સર્વને જાણ કરી. પોતાના મલયકેતુ નામે પુત્રને ગાદીએ બેસાડી, જિનગૃહમાં મહાન ઉત્સવ કરી, કેટલાક સચિવ સામેતાદિકની સાથે શ્રી શાન્તિસૂરિ મહારાજ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે ગુરુ પાસે દ્વાદશાંગી ભણી શુદ્ધ ચારિત્રનું પાલન કરવા લાગ્યાં. એક દિવસ ગુરુમુખેથી વિશસ્થાનક સંબંધી વ્યાખ્યાન સાંભળ્યું કે - જે ભાગ્યશાળી ભક્તિ સહિત વિશસ્થાનકનું. રાધન કરે છે તે અનુક્રમે જિનપદ પ્રાપ્ત કરે છે. તેમાં ચૌદમા તપ પદનું આરાધન જે વિધિસહિત કરે છે તેને દુષ્કર તપસ્યાથી કિલષ્ટ કર્મોનો નાશ થાય છે. એ રીતે ગુરુમખેથી સાંભળી કનકકેતુ મુનએ ઘોર અભિગ્રહ ધારણ કર્યો કે “જ્યાં સુધી આ કાયા ટકે ત્યાં સુધી મારે નિરંતર દ્વાદશભેદે તપ કરવો. ચોથભક્તથી માંડી ઉત્કૃષ્ટ છ માસ પર્વતની તપસ્યા કરવી. તે દરમ્યાન નિરંતર વિધિસહિત દેવવંદન અને પારણે આયંબિલ કરવું.” આવો અભિગ્રહ કરી મુનિ સંતોષ અને વૈર્યથી નિરંતર તપસ્યા કરવા લાગ્યાં. ઘોર તપસ્યા કરવાથી મુનિનું શરીર કૃશ થઈ ગયું પરંતુ મુખનું તેજ સૂર્યની માફક તેજસ્વી થવા લાગ્યું. અન્યદા શંખપુરીમાં સૂર્ય સન્મુખ આતાપના લેવા લાગ્યાં તે વખતે દેવસભામાં ઈન્દ્ર મુનિની પ્રશંસા કરી કે “અહો ! મુનિશ્રેષ્ઠ કનકકેતુ મુનિ ઘોર તપસ્યા કરવા છતાં પણ જરા પણ અનેષણીય ભાત પાણી ગ્રહણ કરતા નથી. એમ કહી ત્યાંજ રહીને શકેંદ્રએ ભાવપૂર્વક વંદના કરી. વરૂણ નામે ઈન્દ્રનો લોકપાલ શંકા લાવી પરીક્ષા માટે આવ્યો. ખેરના અંગારા સમાન ગરમ રેતી કરી મુનિ જ્યાં જ્યાં ગોચરી જાય ત્યાં ત્યાં ગોચરી અશુદ્ધ કરવા લાગ્યો. આ રીતે અહર્નિશ કષ્ટ પડવા લાગ્યું તો પણ સમતાના સિંધુ તે રાજર્ષિ વિષાદ રહિતપણે બધું સહન કરવા લાગ્યાં. છ માસ પર્યન્ત દેવે

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166