Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 155
________________ ૧૨૮ શ્રી વીશસ્થાનક તપ, દેશનિકાલ કર્યો. કુમાર ત્યાંથી નિકળી અરણ્ય તરફ ગયો. ત્યાં એક પલ્લી પતિની સાથે યુદ્ધ થયું. તેમાં પલ્લી પતિને જીતીને કુમાર આગળ ચાલ્યો. અનુક્રમે નંદીપુરના ઉધાન સમીપે આવ્યો. ત્યાં સુવર્ણમય દંડ કલશયુક્ત શ્રી આદીશ્વર ભગવાનનું ચૈત્ય જોયું. તેણે શુદ્ધજળથી સ્નાન કરી ભાવપૂર્વક ઉલ્લસિત હૃદયથી ભગવંતની પૂજા કરી. પૂજા કરીને બહાર આવ્યો ત્યાં એની પાસે દિવ્યરૂપધારી એક પુરુષ આવ્યો. સ્મિત વદને તે બોલ્યો-કુમાર ! હું વિદ્યાસિદ્ધ પુરુષ છું. તારા પુણ્યપસાયથી વિદ્યાધિષ્ઠાયિકાદેવીની આજ્ઞાથી હું તને સર્વ અર્થને આપનારી ગૈલોક્ય સ્વામિની નામે વિદ્યા આપવા આવ્યો છું તે વિદ્યા દશાંગ હોમ કરી વિધિસહિત એક લક્ષ જાપ કરવાથી સિદ્ધ થાય છે.' એમ કહી તે વિદ્યા કુમારને આપી કુમારે વિધિમુજબ જાપ કરી વિદ્યા સિદ્ધ કરી. પછી તે નંદીપુર નગરમાં ગયો. વિદ્યાના પ્રભાવે પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કરી અન્યોને દાન આપતો હતો. આથી નગરમાં તેની કીર્તિ વિસ્તાર પામી. અનુક્રમે તેને નંદન મંત્રીના પુત્ર સાથે મિત્રાચારી થઈ. , એક દિવસ બન્ને મિત્રો વાર્તાવિનોદ કરતા હતાં. ત્યાં રાજમહેલની અગાસી પર ક્રીડા કરતી રાજકુમારીના રૂપથી મોહિત થઈ કોઈ વિદ્યાધર તેણીનું આકાશમાર્ગે હરણ કરી ગયો. કુમારે પોતાના મિત્ર દ્વારા રાજાને કહેવડાવ્યું કે- કુમાર રાજકન્યાને લાવી આપશે” રાજાએ કહ્યું કે તો હું મારી કન્યા કુમારને પરણાવીશ. સાત દિવસની અંદર રાજકન્યાને શોધીને લાવી આપવાની પ્રતિજ્ઞા કરી કુમાર વિશ્વસ્વામિની વિદ્યાનું ધ્યાન ધરી એક દિવ્ય વિમાન બનાવી તેમાં બેસી મનમાં ચિંતવ્યું કે જ્યાં હરણ કરેલી રાજકન્યા હોય ત્યાં પહોંચે. વિમાન આકાશમાર્ગે ઉડ્યું. ક્ષણવારમાં વૈતાઢય પર્વત પર પરનારીલંપટ મણિચૂડ વિદ્યાધરના ગંધસમૃધ્ધિ નગરમાં રાજકુમારી પાસે આવ્યો. મણિચૂડ વિદ્યાધરે વિશ્વસ્વામિની વિદ્યાના પ્રભાવથી અંજાઈને કુમારિકાને કંઈપણ તકરાર કર્યા વિના કુમારને સોંપી અને કુમારનો મિત્ર બન્યો. રાજકન્યાને લઈ કુમાર નંદીપુર આવ્યો અને કન્યા રાજાને સોંપી. રાજાને અત્યંત હર્ષ થયો. રાજાએ પોતાના વચન મુજબ બંધુમતીને પુરંદર કુમાર સાથે ઠાઠમાઠથી પરણાવી. કન્યાદાનમાં પુષ્કળ લક્ષ્મી આપી. એક સાતમાળનો મહેલ રહેવા આપ્યો. ભોગોને ભોગવતો કુમાર સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યો. અન્યદા તે નગરના ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર શ્રી મલયપ્રભ નામે આચાર્ય ઘણાં મુનિઓના પરિવાર સહિત પધાર્યા. કુમાર સહિત રાજા ગુરુને

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166