Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 162
________________ ૧૩૫ પૌષધવિધિ વૃષ્ટિ કરી. આથી આચાર્ય ભગવંતનો મહિમા નગરમાં પ્રસર્યો. તે સાંભળી તે નગરનો અરિમર્દન રાજા વાંદવા આવ્યો. તે પણ દેશના સાંભળી પ્રતિબોધ પામ્યો અર્ન શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. ત્યાંથી ઠાણાપુર નગરમાં કોઈ વાદીએ દ્વેષથી તેમની સાથે વાદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જે સ્થાને યાદ કરવાનું નક્કી થયું હતું. તે મંદિર પાસે આચાર્ય ભગવંત પધારતાં તેમને પ્રભાવથી ત્યાંની દેવીએ પ્રગટ થઈ તેમને સુવર્ણકમળ પર બેસાડ્યા. રાજા, દેવી અને વાદી વગેરેની પ્રતિબોધ પમાડીને ખૂબ શાસનની પ્રભાવના કરી. ત્યાંથી આચાર્ય ભગવંત પાટલીપુર પધાર્યા. ત્યાંનો રાજા ભયંકર જ્વરથી પીડાતો હતો. આચાર્ય ભગવંતના દર્શન માત્રથી વ્યાધિમુક્ત બન્યો. તેથી તેણે જિનધર્મ અંગીકાર કરી અનેક પ્રકારે શાસન પ્રભાવના કરી. ત્યાંથી ગુરુ ભગવંત વિહાર કરી ગયા અને ભોગપુર નગરમાં રાજાનો પટ્ટહસ્તી મોદક વહોરાવે તો તપનું પારણું કરવાનો ઘોર અભિગ્રહ ધારણ કર્યો. બે મહિને તે અભિગ્રહ પૂર્ણ થયો. દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યા. રત્નની વૃષ્ટિ કરી. શાસનની અતિ ઉન્નતિ થઈ. મથુરા નગરીમાં સાધુઓની નિર્ભછના કરતા બૌદ્ધોને આચાર્ય ભગવંતે વિદ્યાના પ્રભાવથી ચંભિત કર્યા. તે જાણી ત્યાંના રાજાએ આચાર્યને મારવા સૈન્ય મોકલ્યું. ભક્તદેવોએ સૈન્યને થિંભી રાખ્યું. અને જીવવાની ઈચ્છા હોય તો આચાર્ય ભગવંતની ક્ષમા માંગવા કહ્યું. તેથી બધાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. રાજા પણ પ્રતિબોધ પામ્યો. ત્યાંથી નાગપુર નગરમાં પધાર્યા. દેશના વખતે દુશ્મન પ્લેચ્છ રાજાનું આક્રમણ થયું. રાજા ગભરાયો. તેને આચાર્ય ભગવંતે કહ્યું કે નિશ્ચિત થઈને ધર્મારાધન કર, ઉપદ્રવ ટળી જશે. થોડી જ વારમાં શત્રુ રાજા મૃત્યુ પામ્યો અને સૈન્ય ભાગી ગયું. નગરમાં સ્થળે સ્થળે આનંદોત્સવ કરી રાજાએ શાસન પ્રભાવના કરી. આચાર્ય ભગવંત ત્યાંથી વિહાર કરી શ્રી સંમેતશિખર તીર્થે પધાર્યા ત્યાં અનશન કરી બ્રહ્મ દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષ સુખને પામશે. | | ઈતિ વીશસ્થાનકની ૨૦ પદોની કથાઓ સમાપ્ત .

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166