________________
પૌષધવિધિ
૧૩૩
અપૂર્વશ્રુતપદવી આરાધના કરી. એક વખત દેવસભામાં તેમની પ્રશંસા સાંભળી હેમાંગદ નામના દેવે તેમને અંતરાય કરવા છતાં મુનિ જરા પણ પ્રમાદ પામ્યા વિના અધ્યયન કરતા રહ્યાં. ત્યારે દેવે ગુરુભગવંતને તેમના અભ્યાસનું ફળ પૂછતાં ગુરુદેવે કહ્યું કે – અપૂર્વશ્રુતાભ્યાસથી તેઓ તીર્થકર પદ પામશે. રાજર્ષિ મુનિ યાવજીવ અઢારમું સ્થાનક આરાધી વિજય વિમાનમાં દેવ થયાં. ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામી શાશ્વત સુખના ભોકતા થશે. ૧૯ શ્રી શ્રુતભક્તિ પદ વિષે રત્નચૂડની કથા |
ભરતક્ષેત્રમાં તાપ્રલિપ્ત નામે નગરમાં રત્નશેખરરાજાનો રત્નચૂડ નામે કુમાર હતો. તેને મંત્રીપુત્ર સુમતિ, સાર્થવાહ પુત્ર મદન અને વ્યવહારી પુત્ર ગજ સાથે ગાઢ મિત્રાચારી હતી. તેઓ એકવાર ઉદ્યાનમાં ક્રીડા કરતા હતાં ત્યાં સિંહસૂર નામના આચાર્યને જોયાં અને તેમની દેશના સાંભળી. પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે પરદેશ ગયાં. ફરતાં ફરતાં સુવર્ણપુર નગરમાં મંત્રીપુત્રે શ્લોક પૂર્તિ કરી રાજા પાસેથી ઈનામ મેળવ્યું. આગળ જતાં કંચનપુરમાં રાજા અપુત્રીઓ મરણ પામ્યો. તેથી પંચદિવ્ય પ્રગટ કરાયા. તે ભમતાં ભમતાં રાજકુમાર પાસે સ્થિર થયાં. પછી રાજકુમારનો રાજ્યાભિષેક કરી તેને સિંહાસન પર બેસાડ્યો, તે ન્યાય પૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યો. રત્નશેખર રાજાને સમાચાર મળતાં તેને બોલાવી. પોતાનું રાજ્ય સોંપી પોતે સંયમ ગ્રહણ કર્યું. રત્નચૂડને બે પુત્રો થયા. એક વાર રાજ્યસભામાં કોઈ મિથ્યાદ્રષ્ટિ પંડિતે જિનોક્ત તત્ત્વોની અવગણના કરી. તે વખતે રાજા મૌન રહ્યો. તે સમયે અમરચંદ્ર નામના કેવળજ્ઞાની ત્યાં પધાર્યાના સમાચાર મળતાં રત્નચૂડ તેમના દર્શને ગયાં. દેશના સાંભળ્યા પછી પરમાત્માના શાસનના આગમ ગ્રંથો પ્રાકૃત ભાષામાં શા માટે? તેનું કારણ પૂછ્યું. કેવળી ભગવંતે સમજાવ્યું કે - મુમુક્ષુ એવા બાળક સ્ત્રી મંદબુદ્ધિવાળા અને મૂર્ખ જીવોના અનુગ્રહ માટે તત્ત્વના જાણનારા જિનેશ્વરોએ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં રચેલા છે. ત્યાર પછી કેવળી ભગવંતે તે મિથ્યાષ્ટિ પંડિતને પરાજય અપાવી શ્રુતભક્તિનો મહિમા સમજાવ્યો. શ્રુતભક્તિનો મહિમા સાંભળી રાજાએ શ્રુતભક્તિ કરવાનો નિયમ ગ્રહણ કર્યો. થોડો સમય ગૃહસ્થપણે શ્રુતજ્ઞાનની દ્રવ્ય તથા ભાવથી 'વિધિ સહિત ભક્તિ કરી. પછી વૈરાગ્ય ભાવ પામી સંયમ ગ્રહણ કરી અગીયાર