Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 159
________________ ૧૩૨ શ્રી વીશસ્થાનક તપ ગયો. દર્શન કરીને પ્રાસાદની શોભા જોવા શિખર પર ચડ્યો. તેવામાં અચાનક શિખર પરથી તે નીચે પટકાય પડયો. ઉઠીને પત્નીઓની તપાસ કરી. પણ માત્ર રથ જ હતો. પત્નીઓનું હરણ થયેલુ જાણી ઉપાય વિચારતો જિનગૃહ પાસે બેઠો. ફરી તે ગીતિનું સ્મરણ કરવા લાગ્યો અને પરમાત્માની પૂજા કરીને પત્નીઓને શોધવા જવાનું વિચાર્યું તેવામાં અમૃતચંદ્ર રાજાનો મિત્ર ધર્મસેન પોતાની પુત્રીને લઈને ત્યાં આવી પહોંચ્યો અને ખેચરપતિ સિંહનાદ પણ પોતાની પાંચેય પુત્રીઓને લઈને ત્યાં આવ્યો અને કહ્યું કે-અમિતતેજ વિદ્યાધરના પદ્મ અને ઉત્પલ નામના પુત્રોએ છ એ સ્ત્રીઓનું હરણ કર્યું હતું. પોતાની પાંચ પુત્રીઓને છોડાવી તેમના લગ્નની વાત જાણી તેમને અહીં લઈ આવ્યો અને ભુવનકાંતાને છોડાવવા માટે સાગરચંદ્રને કેટલીક વિદ્યાઓ આપી વિદ્યાઓ સાથી ભુવનકાંતાને પાછી મેળવી કનકમાલાને બોલાવીને કુમાર પોતાના નગરમાં આવ્યો. માતા પિતાએ ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. ત્યાં જ સમાચાર મળ્યા કે ભુવનાવબોધ નામે કેવળજ્ઞાની પધાર્યા છે. રાજા કુમાર સહિત વાંદવા આવ્યો. કેવલી ભગવંતની દેશના સાંભળી. રાજાએ કુમારનું હરણ શા કારણે થયું તે જણાવવા વિનંતિ કરી. કેવલી ભગવંતે પૂર્વભવનું વર્ણન કર્યું. મોટા ભાઈની પત્નીના સ્નેહથી પરીક્ષા કરવા માટે કહેલા અઘટિત વચનથી તેના મૃત્યુનું નિમિત્ત બનવાથી બન્નેય ભાઈઓ વચ્ચે દ્વેષ પેદા થયો. મોહથી વૈરાગ્ય પામી મોટા ભાઈએ તાપસી દીક્ષા ગ્રહણ કરી, અને નાના ભાઈએ શક્તિયુક્ત વૈરાગ્ય પામી દીક્ષા લઈ ગુરુ પાસે અગીયાર અંગોનું અધ્યયન કરી નિરતિચાર પણે ચારિત્રનું પાલન કર્યું. તાપસી દીક્ષા લઈ અસુરકુમાર થયેલા મોટાભાઈના જીવે પૂર્વના વૈરના કારણે મુનિનો ઘાત કર્યો. મુનિ કાળધર્મ પામી દશમા પ્રાણતદેવલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી સાગરચંદ્રકુમાર થયાં. મોટાભાઈનો જીવ અસુરકુમારમાંથી એવી અનેક ભવ ભમી મનુષ્ય જન્મ પામી પુનઃ તાપસી દીક્ષા લઈ મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયો. પૂર્વનું વૈર સંભારી તેણે કુમારને કષ્ટ આપ્યું. પણ શુદ્ધ ચારિત્રથી બંધાયેલા પુણ્યના પ્રભાવે કુમાર સુખ જ પામ્યાં. દેશના સાંભળી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને ગુરુભગવંતની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યાં. ગુરુ ભગવંત પાસે આઠ રાણીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી અગીયાર અંગ ભણ્યાં. ગુરુમુખેથી વિશસ્થાનક તપની આરાધનાનો અધિકાર સાંભળી અઢારમા

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166