Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 161
________________ ૧૩૪ શ્રી વીશથાનક તપ અંગ સૂત્રાર્થ પૂર્વક ભણી ગીતાર્થ થયાં. શ્રુતભક્તિના નિયમમાં દઢ ચિત્ત થઈ શ્રતધરોની અન્નપાન ઔષધાદિ વડે ભક્તિ કરવા લાગ્યાં. નિર્મળ ચારિત્ર પાળી શ્રુતભક્તિપદ આરાધી પ્રાન્ત કાળધર્મ પામી દશમા પ્રાણાત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામી મોક્ષસુખને પામશે. 'શ્રી તીર્થપદ વિષે મેરૂપ્રભ રાજાની કથા ભરતક્ષેત્રમાં સૂર્યપૂર નામે નગરમાં અરિદમન રાજાને મેરૂપ્રભ અને મહાસેન નામે બે પુત્રો હતાં. ધાવમાતાના મુખેથી પોતાને મારી નાખવાનું કાવતરૂ ઘડાયેલું સાંભળી મેરૂપ્રભ દેશાત્તરમાં ચાલ્યો ગયો. કેટલાક દિવસે શાંતિપુર નગરમાં પહોંચ્યો. ત્યાં પરમાત્માના દર્શન કરી અભયઘોષ નામના મુનિની દેશના સાંભળી. દેશનામાં ગુરુમહારાજે શ્રાવકોને કહ્યું કે - આ રાજકુમાર ભાવિ તીર્થકર બનનાર છે. તેને કોઈ નિર્ભય સ્થળે ગોપવી રાખો. ધનેશ્વર નામના શેઠે કુમારને પોતાના ભૂમિગૃહમાં રાખ્યો. સૈન્ય તેને શોધવા આવ્યું, પણ નિરાશ થઈ પાછુ ફર્યું. બાદ કુમારે ગુરુભગવંત પાસેથી સમ્યગદર્શન યુક્ત શ્રાદ્ધધર્મનો સ્વીકાર કર્યો. અરિદમન રાજાએ પુત્રની તપાસ કરતાં તે શાંતિપુર નગરમાં છે જાણી તેને પાછો બોલાવ્યો અને તેને રાજ્ય સોંપી પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. મેરૂપ્રભ રાજા રૈલોક્યસુંદરીને પરણ્યો અને પુત્ર-પુત્રીનો પિતા થયો. સુખેથી રાજ્ય ભોગવતો હતો એ જોઈ અપરમાતાએ ફરી તેને મારી નાંખવા માટે કાવતરૂ ઘડ્યું પણ તે કાવતરાનો ભોગ તેનો જ પુત્ર બન્યો. આ પ્રસંગથી સંવેગ પામી અભયઘોષ આચાર્ય પાસે મેરૂપ્રભરાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. વિનયપૂર્વક દ્વાદશાંગી ભણી ગીતાર્થ થયાં. ગુરુએ આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાપ્યાં. એક વખત દેશના સાંભળી એક યક્ષ પ્રતિબોધ પામ્યો. તેણે દૈવીશક્તિથી ગુરુ આગળ વિવિધ પ્રકારનું નૃત્ય કર્યું. આથી મેરૂપ્રભાચાર્યની નગરમાં પ્રશંસા થવા લાગી. તે સાંભળી તે નગરનો જિતારિ રાજો પણ દેશના સાંભળવા આવ્યો. દેશનાથી પ્રતિબોધ પામી શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. અનેક પ્રકારે જિનશાસનની પ્રભાવના કરી. મેરૂપ્રભાચાર્ય ત્યાંથી વિહાર કરી વેળાપુર નગરના ઉદ્યાનમાં લક્ષ્મીદેવીના મંદિર પાસે પધાર્યા અને દેશના આપી. તે સાંભળી ત્યાં રહેલ લક્ષ્મીદેવી પ્રતિબોધ પામી. અને ગુરુ આગળ સુવર્ણની

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166