Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 157
________________ ૧૩૦. શ્રી વીશસ્થાનક તપ મહારાજે કહ્યું - શ્રી પુરંદર મુનિ પોતાની લબ્ધિથી સંઘને ઉપદ્રવરહિત કરશે. સંઘની વિનંતીથી અને ગુરુમહારાજની આજ્ઞાથી પોતાની લબ્ધિના પ્રભાવથી સંઘની અંદર સુવર્ણની વૃષ્ટિ કરી. તેમાંથી સર્વ જનોએ જેટલું જોઈએ તેટલું સુવર્ણ લીધું. સંઘને લૂંટવા આવેલા ચોરોને રસ્તામાં જ ચંભિત કરી દીધા. પ્રાપ્ત થયેલા સુવર્ણ પાસેના ગામમાંથી પાથેય લઈ સંઘ યાત્રા કરવા તીર્થભણી ચાલ્યો. ચોરોને પ્રતિબોધ આપી મુનિએ તેઓને બંધનમુક્ત કર્યા. આ પ્રમાણે સંઘને પુરંદરમુનિએ ઉપદ્રવરહિત કર્યો છે, તે જાણી ઈન્દ્ર આચાર્ય મહારાજ સમક્ષ પ્રગટ થયો. ઉપદ્રવની ક્ષમા યાચીને પૂછ્યું કે હે દયાનિધે ! તે મુનિએ સંઘની આવી ભક્તિથી શું પુણ્ય ઉપાર્જન કર્યું. ગુરુએ કહ્યું કે હે સુરેશ! તે મુનિએ સંઘવાત્સલ્યરૂપ ભક્તિથી રૈલોક્યપૂજ્ય જિનનામકર્મ ઉપાર્જન કર્યું છે. પછી દેવેન્દ્ર સ્વસ્થાનકે ગયાં. રાજર્ષિ મુનિ યાવજીવ સત્તરમા સ્થાનકનું અસ્મલિત પણે આરાધન કરી પ્રાંત મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરપદે પામશે. અને બંધુક્તિનો જીવ તેમના પ્રથમ ગણધર થશે. ૧૮ (અપૂર્વ) શ્રુતપદ વિષે સાગરચંદ્રની કથા | આ ભરતક્ષેત્રમાં મલયપુર નામના નગરમાં અમૃતચંદ્ર નામે પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રકળા નામની રાણીથી ઉત્તમ લક્ષણયુક્ત રૂપવાન એવો સાગરચંદ્ર નામે કુમાર થયો હતો. કળાઓમાં પ્રવિણ અને નિરંતર ઉપકાર કરવાની બુદ્ધિવાળો હોવાથી તેની કીર્તિ સર્વત્ર ફેલાઈ હતી. એક દિવસ કોઈ પંડિતે રાજકુમારે એક ગીતિ આપી. જેનો અર્થ આ પ્રમાણે હતો. જેમાં પ્રાર્થના કર્યા વગર દુઃખ આવે છે તેમ સુખ પણ આ જગતમાં વગર માંગ્યુ મળે છે. માટે મોહનો ત્યાગ કરી ધર્મમાં ઉદ્યમ કરો.” આ શ્લોકને કંઠસ્થ કરી નિરંતર રાજકુમાર તેનું સ્મરણ કરવા લાગ્યો. એક દિવસ લીલોદ્યાનમાં ક્રીડા કરતાં તેને કોઈ પૂર્વ જન્મના વૈરી દેવતાએ હરણ કરીને સમુદ્રમાં ફેંક્યો. પૂર્વ પૂજના યોગે તેને કાષ્ઠનું પાટિયું મળી ગયું. તેના આધારે તરતો તરતો સાત દિવસે તે કિનારે પહોંચ્યો. ત્યાં અમરદ્વીપમાં પહોંચી આમ્રફળ ખાતાં ખાતાં તે શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. તેવામાં વૃક્ષની ડાળી પર ફાંસો ખાતી સુંદર યુવતીને જોઈ. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-સાગરચંદ્રકુમારને પતિ તરીકે ન પામી

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166