Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 156
________________ પૌષધવિધિ ૧૯ વાંદવા આવ્યો. ગુરુની સુધારસ સમાન દેશના સાંભળી પુરંદર કુમારે સમ્યકત્વ મૂળ બાર વ્રત અંગીકાર કર્યો. અન્યદા તે જ નગરમાં સમુદ્રદત્ત શેઠ વિવિધ કરિયાણા લઈ વારાણસી નગરીએ વ્યાપાર માટે ગયો. એક દિવસ તે શેઠ રાજ્યસભામાં રાજાને ભેટ આપવા ગયો. ત્યાં પુરંદરકુમારના પિતા વિજયરાજાની આગળ તેણે પોતાના નગરમાં રહેલા પુરંદરકુમારની પ્રશંસા કરી. તે સાંભળી રાજાને અત્યંત હર્ષ થયો. કેમકે કુમારના ગયા પછી રાજાને માલુમ પડ્યું હતું કે-આ સર્વ તર્કટ માલતીરાણીનું જ છે અને કુમાર નિર્દોષ છે. વિના વાંકે કુમારને દેશનિકાલ કર્યો તે બદલ રાજા દિલગિર રહેતો હતો. શ્રેષ્ઠીના મુખે કુમારના સમાચાર મળતાં જ રાજાએ પત્ર લખી કુમારને બોલાવવા માણસને નંદીપુર મોકલ્યો. પિતાનો પત્ર મળતાં હર્ષિત થયેલો કુમાર વિદ્યાના પ્રભાવથી દિવ્ય વિમાનમાં બેસી પ્રિયા સહિત માર્ગમાં આવતાં તીર્થની યાત્રા કરતો વાણારસી આવ્યો. ઉત્સવ સહિત રાજાએ તેનો નગરપ્રવેશ કરાવ્યો. પુત્રની ઋદ્ધિ જોઈ માતા-પિતાને આનંદ થયો. રાજાએ મહોત્સવ પૂર્વક કુમારને રાજ્યાસન પર આરૂઢ કરી પોતે શ્રી મલયપ્રભાચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું. . પુરંદરરાજા વિદ્યાના પ્રભાવથી અનેક ગર્વિષ્ઠ રાજાઓને તાબે કરી, સ્થળે સ્થળે મનોહર જિનાલય બંધાવી, ભાવપૂર્વક વિતરાગ સેવા કરવા લાગ્યો. ઘણાં દિવસો રાજસુખ ભોગવતાં જરાવસ્થા આવેલી જાણી પોતાના જયંત નામે પુત્રને રાજ્ય ઉપર સ્થાપી પાંચશો રાજાઓ સાથે પુરંદરરાજાએ પોતાના પિતામુનિ પાસે દિીક્ષા અંગીકાર કરી. બંધુમતીએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પુરંદરમુનિ વિધિપૂર્વક અગીયાર અંગનું અધ્યયન કરી ગુરુમખે વીશસ્થાનકનો મહિમા સાંભળી શ્રી સંઘની ભક્તિ કરવાનો આકરો અભિગ્રહ ધારણ કર્યો. સ્વશક્તિ ગોપવ્યા વગર નિરંતર યથોચિત શ્રી સંઘની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યાં. અન્યદા કોઈ એક નગરમાંથી શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવા સંઘ નીકળ્યો. તેમની સાથે પુરંદરમુનિ વગેરે સાધુઓ હતાં. તે વખતે માર્ગમાં મુનિની પરીક્ષા કરવા માટે ઈન્દ્ર મહારાજ આવ્યાં. તેમણે સંઘમાં સર્વ માણસોને દ્રવ્ય અને પાથેય રહિત કરી નાખ્યાં. સામેથી ચોરોનો સમૂહ હથિયારબંધ માણસો સહિત આવતો સંઘના માણસોએ જોયો. બન્ને પ્રકારના ઉપદ્રવથી ત્રાસ પામેલા સંઘના માણસોએ શ્રી મલયપ્રભ આચાર્યને કષ્ટમાંથી ઉપાય શોધવા વિનંતી કરી. ત્યારે આચાર્ય

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166