Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 154
________________ કથાઓ . ૧૨૦ ઉપાશ્રયમાં આવ્યાં. એટલે ગ્લાનમુનિ રોષ કરી તીવ્ર દુસ્સહ વચનોથી તર્જના કરવા લાગ્યાં. તો પણ રાજર્ષિ મુનિ ખેદરહિત ચિત્તે ગ્લાનનું વૈયાવચ્ચ ન કરી શક્યાનો પશ્ચાતાપ જ કરવા લાગ્યાં. મુનિના શુદ્ધ ભાવ જાણી દેવમાયા સંહરીને દેવ પ્રગટ થયો. ખમાવીને સ્તુતિ કરીને સ્વસ્થાનકે ગયો. જિમૂતકેતુ મુનિએ દશપદનું શુદ્ધભાવથી વૈયાવચ્ચ કર્યું. તેથી જિનનામકર્મ ઉપાર્જન કર્યું. નિરતિચાર ચારિત્રનું પાલન કરી પ્રાન્ત અનશન કરી વિજય વિમાનમાં દેવ થયાં. ત્યાંથી ઍવી શ્રી કચ્છ વિજયમાં તીર્થકર થઈ મોક્ષપદ પામશે. અને યશોમતી આર્યા તેમના ગણધર થઈ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરશે. ૧૦ શ્રી સંયમ (સંઘ) પદ વિષે પુરંદરરાજાની કથા વાણારસી નગરીમાં વિજયસેન રાજાને પમાલા અને માલતી નામે બે રાણીઓ હતી. તેમાં પદ્મમાલારાણીથી કામદેવના અવતાર સમાન પુરંદર નામે કુમાર થયો. યૌવનાવસ્થા પામતાં તે સર્વ કલા સંપન્ન થયો. એક વખત તે કુમાર એકલો જ અરણ્યમાં ક્રીડા કરવા ગયો. ત્યાં તે કોઈ મુનિને જોઈ, વંદન કરીને સન્મુખ બેઠો મુનિએ તેને પરસ્ત્રીત્યાગ વ્રતનો મહિમા સમજાવ્યો. મુનિ પાસેથી પરસ્ત્રીત્યાગનું વ્રત સ્વીકારી કુમાર ઘરે આવ્યો. તે નિર્મળભાવથી વ્રતનું પાલન કરવા લાગ્યો. લલિત લલનાઓ કુમારને રાગથી જોતી પરંતુ કુમાર તેઓની સામે દૃષ્ટિ પણ નાંખતો નહીં. . અન્યદા કુમારની સાવકી માતા માલતી કુમારના અદ્ભુત રૂપને જોઈ તેના પર અનુરાગવાળી થઈ. મનથી કુમારને ઈચ્છતી તેણી કુમારના વિરહથી કૃશ થવા લાગી..કામાગ્નિથી વ્યાકુળ થયેલી તેણીએ વિવેકશૂન્ય થઈ દાસીને મોકલી કુમારને બોલાવ્યો. સામાન્ય વાતચીત બાદ વિકાર વશ તેણી કુમાર પર કટાક્ષ નાખવા લાગી. બેશરમ બનીને તેણે કુમાર પાસે ભોગની પ્રાર્થના કરી. કુમાર પોતાની અપર માતાને ક્યાકૃત્યના વિવેકશૂન્ય કાર્ય બદલ ઉપાલંભ આપીને પરસ્ત્રીગમનના અનંત દુઃખો સમજાવી ચાલ્યો ગયો. પાપી માલતી રાણીએ સ્ત્રીચરિત્ર દાખવી પોતે જ પોતાના કપડા ફાડી, પોતાના શરીર પર જાતે જ ઉઝરડા કર્યા. કુમારે (રાણીની આવી બેહાલ દશા કરી છે' એમ માલતી રાણીએ રાજાને કહ્યું. આથી રાજા કુમાર ઉપર ક્રોધે ભરાયો. રાજાએ કુમારની કોઈ વાત ન સાંભળતાં કુમારને

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166