Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 152
________________ કથાઓ . ૧૨૫ આ રીતે વ્રતમાં દ્દઢ પરિણામવાળા મુનિને જોઈ દેવે વેદના સંહરી લીધી અને પ્રત્યક્ષ થઈ, ક્ષમા યાચી, પ્રશંસા કરી. પછી તે દેવે ગુરુને પૂછ્યું કે-‘હે પ્રભો ! આ મુનિએ નિશ્ચલ સંવિભાગ વ્રત પાળ્યું છે તેથી તેમને શું ફળ મળશે ? ગુરુ કહે છે તે મુનિએ નિશ્ચલભાવથી વ્રત પાળ્યું છે. તેથી તેમણે જિનનામકર્મનો નિકાચિત બંધ કર્યો છે.' પછી દેવ પોતાના સ્થાનકે ગયો. અનુક્રમે રિવાહન મુનિ શુદ્ધ ચારિત્ર પાળી અચ્યુતકલ્પમાં મહાન ઋદ્ધિવાળા દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી અનંત અવ્યાબાધ મોક્ષસુખને પામશે. ૧૬ શ્રી (વૈયાવચ્ચ) જિનપદ વિષે જિમૂતકેતુ રાજાની કથા જંબુદ્રીપના દક્ષિણ ભરતમાં પુષ્પપુરનગરમાં જયકેતુ રાજાને જયમાળા રાણીથી જિમ્મૂતકેતુ નામે પુત્ર હતો. અનુક્રમે યૌવનમય પામી સર્વ કળાઓમાં કુશળ થયો. તેની બુધ્ધિ-શૌર્ય આદિની કીર્તિ સર્વત્ર પ્રસરી. કુમારના રૂપ-ગુણની કીર્તિ સાંભળી રત્નસ્થલ નગરના સુરસેન રાજાની પુત્રી યશોમતી કુમાર પર અનુરાગવાળી થઈ. સુરસેન રાજાએ પુત્રીનો અભિપ્રાય જાણી સ્વયંવરમંડપ રચ્યો. સર્વ દેશના રાજા તથા રાજકુમારોને આમંત્રણ આપ્યું. તેમાં જિમ્મૂતકેતુને પણ આમંત્રણ આપ્યું. માર્ગમાં સિદ્ધપુરનગર પાસે કુમારને અચાનક મૂર્છા આવી. તે જોઈ સર્વે ઉદાસ થયાં. સર્વ મંત્ર તથા ઔષધાદિના ઉપચારો વ્યર્થ ગયાં. તેવામાં ત્યાં બહુશ્રુત શ્રી અકલંક દેવ આચાર્ય પધાર્યા. તેમના પ્રભાવથી કુમાર મૂર્છા રહિત થયો. તત્કાળ તેમને વાંદવા ઉઠ્યો. વાંદીને દેશના સાંભળી. પછી કુમારે તેમને મૂર્છા આવવાનું કારણ પૂછ્યું. ઉત્તરમાં ગુરુ મહારાજે તેનો પૂર્વભવ આ મુજબ કહ્યો. ‘પૂર્વ ઘાતકી ખંડમાં પરિતપત્તનમાં ગર્વિષ્ટ અને ક્રોધી એવો દુર્વાસાનામે યતિ હતો. તે યતિચાર્યમાં નિરંતર પ્રમાદિ અને શાતાગારવમાં લુબ્ધ હતો. એક વખત વિહાર કરતાં જતા હતાં ત્યાં માર્ગમાં બાળ-ગ્લાન આદિ મુનિઓને તૃષાતુર થયેલા જોઈ ગુરુએ પેલા દુર્વિનીત દુર્વાસા મુનિને પાસેના ગામમાંથી પ્રાસુક જળ લઈ આવવા કહ્યું. તે સાંભળી ક્રોધથી તે ગુરુની નિર્બંછના કરતો ગમે તેમ બોલવા લાગ્યો. બીજા સ્થવિરોએ વાર્યો પણ શાંત ન થયો. આખા ગચ્છ પર દ્વેષ ધરી, ગચ્છ તજીને એકલો આગળ ચાલ્યો. આગળ જતાં અરણ્યમાં તેનું રૌદ્રધ્યાનમાં

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166