Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 150
________________ કથાઓ - ૧૨૩ ઉપસર્ગ ચાલુ રાખ્યો. મુનિ આહાર વિના જ દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. તે ઉપરથી ગુરુ મહારાજે જ્ઞાનોપયોગથી દેવોપસર્ગ જાણી બીજે દિવસે મુનિને નગરમાં પરમ બ્રહ્મચર્ય પાળનાર ધનંજય શ્રેષ્ઠીને ત્યાં ગોચરી માટે મોકલ્યાં. મુનિએ ત્યાંથી શુદ્ધ આહારપાણી ગ્રહણ કર્યા. વરૂણદેવે તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. દેવે પ્રત્યક્ષ થઈને ક્ષમા યાચી, સ્તુતિ કરી. ગુરુમહારાજ પાસે આવી પૂછ્યું કે - “હે પ્રભો કનકકેતુ મુનિ આવી તીવ્ર તપસ્યાથી શું ફળ પામશે?' ગુરુ કહે છે કે – “હે દેવ ! તે મુનિ તપના પ્રભાવથી તીર્થકર થશે.” નમસ્કાર કરી તે દેવ ગયો. રાજર્ષિ મુનિ ત્યાંથી કાળ કરી ચોથા દેવલોકના અનર્ગલ સુખ ભોગવી મહાવિદેહમાં જિનપદ પામી ચિદાનંદ પ્રાપ્ત કરશે. ૧૫ (ગોયમ) સુપાત્રદાન પદ વિષે હરિ વાહન રાજાની કથા ભરતક્ષેત્રમાં કલિંગ દેશમાં કંચનપુર નગરમાં હરિવાહના નામે રાજા હતો. તેને વિરંચી નામે પ્રધાન હતો. તેણે ઋષભદેવસ્વામીનો એક મનોહર પ્રાસાદ કરાવ્યો. એક દિવસ મંત્રી રાજાને તે પ્રાસાદમાં પ્રભુના દર્શન કરવા માટે લઈ ગયો. તે સમયે પ્રાસાદની બાજુમાં ધનેશ્વર શેઠના ઘરે વિવિધ વાજીંત્રો વાગી રહ્યાં હતાં. રાજાએ મંત્રીને પૂછ્યું કે “આજે અહીં ઉત્સવ શાનો છે?' મંત્રી કહેમહારાજ ! એ શેઠને ત્યાં પુત્ર જન્મ્યો છે તેનો ઉત્સવ છે.” પછી રાજા જિનેશ્વર દેવના દર્શન કરી તૃપ્ત થયો. બીજે દિવસે રાજા પુનઃ તે જ મંદિરે દર્શનાર્થે આવ્યો. આજે ધનેશ્વર શેઠના ઘરે તીવ્ર આક્રંદ સંભળાતો. કારણ પૂછતાં જણાયું કે-જેના નિમિત્તે કાલે ઉત્સવ હતો તેના જ નિમિત્તે આજે રૂદન થાય છે. અર્થાત્ એ પુત્રનું આજે મૃત્યુ થયું છે. આ સાંભળી રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો“અહો! સર્વ સાંસારિક સુખો કેવળ દુઃખથી જ પૂર્ણ છે. ક્ષણવારમાં નાશ પામે છેિ. તેવામાં નગર બહાર ઉદ્યાનમાં શ્રી ઘનશ્વરસૂરિ મહારાજ પધાર્યા. રાજા વંદનાર્થે આવ્યો. ગુરુ મહારાજે દેશના આપી. દેશનામાં તેમણે સંસારની અનિત્યતા સમજાવી. અનંતસુખના હેતુરૂપ વૈરાગ્ય માટે પ્રેરણા કરી. દેશનાને અંતે રાજાએ પૂછ્યું કે હે પ્રભો ! આપ કૃપા કરી કહો કે ધનેશ્વર શેઠના ઘરે કાલે ઉત્સવ અને આજે વિષાદ શાથી થયો.” ગુરુ કહે છે કે “હે રાજન્ ! સર્વ પૂર્વ કર્મના જ ફળ છે. એ શેઠ પૂર્વ ભવમાં મહામોહના વશથી ધર્મબુદ્ધિ મિથ્યાદર્શનનું સેવન કર્યું

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166