Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 148
________________ કથાઓ. ૧૧ મુનિઓના પરિવાર સહિત પધાર્યા. ગુરુ આગમનની વધામણિ આપનાર ઉદ્યાનપાલકને રાજાએ પુષ્કળ દ્રવ્ય આપ્યું. રાજા કુમારને લઈ, પરિવાર સહિત આવી, પાંચ અભિગમ સાચવી, પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી, ઉચિત સ્થાને બેઠો. ગુરુદેવે દેશના આપી. દેશના સાંભળી રાજાએ પૂછ્યું છે કૃપાસિંધો! મારો પુત્ર ક્યારે પણ ધર્મ પામશે કે નહીં?' ગુરુ કહે “હે રાજનું! તું તે સંબંધી વૃથા ચિંતા ન કર. કેમકે જીવો પોતાના કર્મના વશથી જ ધર્મી કે અધર્મી થાય છે. જ્યારે ભવિતવ્યતા પરિપક્વ થાય ત્યારે જ પ્રાણીને ધર્મ ઉપર રૂચિ ઉત્પન્ન થાય છે. રાજા કહે - હે પ્રભો ! જો ભવિતવ્યતા ઉપર જ આધાર રાખી બેસી રહેવામાં આવે તો પછી રોગીજને રોગની ચિકિત્સા ક્ષુધાતુર માણસે ભોજનની ક્રિયા ન કરવી જોઈએ, કેમકે ભવિતવ્યતા પરિપક્વ થયે એની મેળે જ પ્રાપ્ત થશે.” તે સાંભળી સૂરિમહારાજ કહે છે કે – “હે નરેશ ! દ્રવ્ય-ક્ષેત્ર આદિની સામગ્રી સિવાય આત્મા ધર્મ પામી શક્તો નથી. તે ઉપર તને એક દ્રષ્ટાંત કહું તે સાંભળ. એક વખત ત્રણ મુનિઓએ કેવલી ભગવંત પાસે આવી પૂછ્યું કે હે પ્રભો! અમે ક્યારે પણ મોક્ષ પામીશું કે નહીં?” કેવલી ભગવંતે કહ્યું કે - હે મહાભાગ! તમો આજ ભવમાં સર્વ કર્મનો નાશ કરી મોક્ષ પામશો.” જ્ઞાનીનું વચન કદી મિથ્યા ન થાય એમ ધારી તે ત્રણેય વ્રજ્યા ત્યજી, ગૃહસ્થ બની, વિષયસુખ ભોગવવા લાગ્યાં. જ્યારે ભોગાવલી કર્મ ક્ષીણ થયું. ત્યારે ભોગથી વિરકત થઈ પોતે કરેલા આચરણને નિંદવા લાગ્યાં. પછી પુનઃ ચારિત્ર ગ્રહણ કરી. શુક્લધ્યાન રૂપી અગ્નિથી સર્વકર્મમળનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષપદ પામ્યાં. તેમ તારો પુત્ર પણ કર્મક્ષીણ થયે આ જ ભવમાં ધર્મરૂચિવાળો થશે અને અનુક્રમે ત્રીજા ભવે મહાવિદેહમાં તીર્થંકર પદ પામી મોક્ષે જશે.” એ પ્રમાણે ગુરુવચનથી સંવેગ પામીને તે નરનાથે પુત્ર કનકકેતુને રાજ્યસન પર સ્થાપી ઉત્સવ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. દુષ્કર તપશ્ચર્યા યુક્ત નિર્મળ ધ્યાનથી કિલષ્ટ કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યાં. કનકકેતુ રાજા લલિત લલનાઓ સાથે વિષય સુખ ભોગવતો રાજ્ય કરવા લાગ્યો. એક વખત તેના શરીરે દાહજ્વર ઉત્પન્ન થયો. તે વ્યાધિથી તે નિદ્રારહિત બની ગયો અને ઘણી વ્યથા પામ્યો. અનેક ઉપચારો કરવા છતાં વ્યાધિ ઉપશાન્ત થયો નહીં. એક દિવસ રાત્રિના મધ્યસમયે કોઈના મુખેથી શ્લોક સાંભળ્યો, જેનો અર્થ આ પ્રમાણે થાય - “ઘણું કરીને સર્વજંતુઓની

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166